________________
વ્યાખ્યાન ઓગણીશ વખતે રાજા ત્યાંથી ઉઠીને નૂતન ભવ્ય જિનપ્રાસાદના દર્શને જાય છે. પરમાત્માના દર્શન કરી નિજને ધન્ય માને છે.
જિનમંદિરનાં દ્વાર ઉન્નત રંગમંડપ તેણે બાંધણી ત્રિકોણ ચતુષ્કોણ સ્થભેની માંડણી ભવ્ય કૃદ્ધિમતલ અને ગગનચુંબી જિનપ્રાસાદ જેઈને રાજાનું મસ્તક ડેલી ઉઠયું.
પુનઃ પુનઃ તે સ્તુતિ કરવા લાગ્યો અને અનુમોદને કરી પુણ્યનો ભાગી બન્યા. તે વખતે પુણ્યાઢય નૃપતિને એટલો બધો આનંદ થાય છે કે તે સમગ્ર વિશ્વને ભૂલી જાય છે. સમભાવથી ભાવિત બને છે અને શુક્રયાનમાં આરૂઢ થાય છે.
સમણિએ આરોહણ કરતાં નિર્મળ કમાન દ્વારા વાતિ મને જડમૂળથી વિનાશ કર્યો અને વિમળ-નિર્મળ એવું કેવળજ્ઞાન પામ્યા.
તે જ વખતે તેના અવાતિ કર્મો પણ વિનાશ પામ્યા અને તે અંતકૃત કેવળી થઈ નિર્વાણ પામે છે, સિદ્ધ થયે, બુદ્ધ થયો અને સાળકર્મથી મુક્ત થયા.
પુણ્યાય નૃપતિના નિર્વાણથી પ્રધાન અને મંત્રી જને ખૂબ આકંદ કરવા લાગ્યા અને ખૂબ વિલાપ કરવા લાગ્યા. જાણે છાતી ઉપર વજપાત ન થયેલ હોય તેવા દુઃખને અનુભવ કરવા લાગ્યા.
ગજરાજના જીવ દેવે આક્રંદ કરતી રાણુઓ અને વિલાપ કરતા પરજનેને આશ્વાસન આપી પુણ્યાઢય નૃપ
૨૨