________________
પાપાન એગિઈશ!'
-
-
-
થયા અને રાજા પણ આનંદ પ્રમાદ અને વિવાદમા અને હરીઓની સાથે સવેછ ક્રીડા કરવા લાગ્યો. આમ ક્રીડા કરતાં દિવસના દિવસે વ્યતીત થયા. એમ સુખથી કાળ નિગમન થતાં પુત્રનો જન્મ થયો. તેની સાથે જાણે અમૃતના કુંડમાં નાન કરતો હોય તે અપૂર્વ આનંદ તે અનુભવવા લાગ્યા.
આમ કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા પુણ્યાઢય નૃપતિ વનમાં કીડા કરવા માટે જાય છે. તેણે હાથીના અનશનનું સ્થાન જોતાં જ તે વિચારમાં પડી કે અરે હું કેવો મૂખ ? કામક્રીડામાં મશગુલ બનીને હાથીના નામથી મેં શ્રી જિનમંદિર રૂ૫ કાયમી સમારક ઉભું કરવાનો નિર્ણય કર્યો હતે. એ વાતને કેટલો સમય વીતી ગયા અને એ વાતને હું ભૂલી ગયે ધિક્કાર છે મને, તરત જ રાજાએ પોતાના પ્રધાને હુકમ કર્યો કે-તમે હાથીના નામની કાયમી સ્મૃતિરૂપ ગગનચુંબી શિખરબંધી ભવ્ય જિનપ્રાસાદ તે સ્થળે ઉભો કરો. દિવસે, માસો કે વર્ષો ભલે વીતે પણ જ્યાં સુધી આ જિનમંદિર તૈયાર નહિ થાય અને તેમાં પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા નહિ થાય ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે.
આ કડક અભિગ્રહ રાજાએ ગ્રહણ કર્યો. પ્રધાન અને મહાજને સૌ કોઈએ રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો કે રાજન ! આ સાગર તરવા જેવું દુશક્ય કાર્ય છે. માટે આપ આ કઠીન અભિગ્રહ ગ્રહણ ન કરે. પણ રાજા તે પિતાના નિર્ણયમાં અફર રહ્યો, તે ઉદ્યાનમાંથી પાછા ફરી પુનઃ રાજમહેલમાં પધાર્યા. મંત્રીશ્વરાએ શુભ લગ્ન અને શુભ મુહુર્ત મંગળ દિવસે જિનમંદિર બંધાવવાને પ્રારંભ કર્યો પુણ્યાઢય