________________
ધર્મ તત્વ પ્રકાશ હતું અને એ વૃક્ષનાં ફળો જે વ્યક્તિ આરોગે તેનાં અંગોપાંગ-સંકોચાઈ જાય અને તે પાંગળું બને.
ગુરુમહારાજ આ પ્રમાણે પુણ્યાય રાજાને તેનાં પૂર્વભવનું વર્ણન સંભળાવી રહ્યા છે, પુણ્યાઢય રાજા એકચિત્તે આ વર્ણન સાંભળી રહ્યો હતે. ગુરુમહારાજાએ પુણ્યાય રાજાને કહ્યું કેતે પૂર્વભવે સાધુસેવા કરી હતી અને પુનઃ પુનઃ તેની અનુમોદના કરી હતી એટલે આ અવધિજ્ઞાની હાથીની સહાયથી તને રાજયની પ્રાપ્તિ થઈ. પણ તે સાધુસેવા કરતાં ગાત્રને મદ કર્યું હતું અને સાધુમહાત્માન મલિન શરીરની ધૃણા કરી હતી એટલે તે ગોત્રમદ કર્યો તેથી તું નીચ કુળમાં ઉત્પન્ન થયે અને કાંટે કાઢતાં સૂગ અને ઘણું કરી તેથી તારું શરીર તે કર્મના પ્રભાવથી સંકોચાઈ ગયું અને તું પાંગળે બન્ય. શુભ અને અશુભ ભાવથી જુદા જુદા કર્મના પરિણામથી તને અંગ સંકેચ, રાજયઋદ્ધિ એમ બન્ને વસ્તુ સાથે પ્રાપ્ત થઈ
આ પ્રમાણે ગુરુમહારાજના મુખેથી પિતાને પૂર્વભવ શ્રવણ કરતાં પુણ્યાઢય રાજાનું હૈયું પીગળી ગયું. હૃદયમાં વૈરાગ્ય ભાવના જાગી. અને દીક્ષા લઈ કલ્યાણ કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ. પુણ્યાઢય નૃપતિએ ગુરૂદેવને બે હાથ જોડીને વિનંતિ કરી કે ગુરુદેવ! મને ચારિત્ર આપી મારો ઉદ્ધાર કરો. આ જગતમાં દેવ-ગુરુ અને ધર્મનું જ સાચું શરણ છે. હું આપના શરણે આવ્યો છું.
ગુરુદેવે કહ્યું કે હે પુણ્યાય નૃપ! તારાં અને પાંગ