________________
વ્યાખ્યાન ઓગણીશમું સંકોચાયેલા છે અને તે પાંગળો છે એટલે ચારિત્રની પડિ. લેહણાદિ કિયા તું કરી શકે નહિ માટે તને ચારિત્ર શી રીતે અપાય! પણ તું ચિંતા ન કરીશ તને આ જ ભવે ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થવાનું છે અને તે નિર્વાણ પામવાને છે.
ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થશે એ વાત ગુરુમુખથી શ્રવણ કરી પુણ્યાય નૃપતિને અત્યંત આશ્ચર્ય થયું. શું ગુરુદેવ! ગૃહસ્થના વેશમાં મને કેવળજ્ઞાન થશે? ગુરુદેવે કહ્યું -હા તને ગૃહસ્થના વેશમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આ વાતને સમજાવવા માટે ગુરુદેવે સિદ્ધના પંદર ભેદનું વર્ણન સંભળાવ્યું.
ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થાય પણ ગૃહસ્થના ભાવમાં નહિ, પણ ભાવ તે ઉંચા અને સાધુતાના જ હોય ત્યારે કેવળજ્ઞાન થાય. કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે અને કમ ક્ષય ઉત્તમ ધ્યાનથી થાય છે એટલે તે વખતે પુણ્યાય નૃપતિની સંમુખ ચાર ધ્યાનનું વિસ્તૃત વર્ણન કરી ગુરુમહારાજે કહ્યું કે તું શુકલધ્યાનમાં ચઢી ઘાતિ કર્મને નાશ કરી કેવળજ્ઞાન પામશે અને તે જ વખતે તારું આયુષ્ય પણ ક્ષીણ થશે યાને ચાર અઘાતિ કર્મોને પણ વિનાશ થશે અને તું અંતકૃત્ કેવળી થઈ નિર્વાણ પામીશ. વતની માંગણી
આ ભવમાં તે મોક્ષે જઈશ, આ વાત જ્યારે ગુરુમહારાજના મુખથી શ્રવણ કરી ત્યારે પુણ્યાઢય નૃપતિને અત્યંત આનદ થશે. તે વખતે પુણ્યાઢય ભૂપે ગુરુદેવને બે હાથ