________________
કમર
ધર્મ તત્વ પ્રકાશ વનિતા વલણને વલોવે તેમ આ ગજરાજે શત્રુના સન્યને મથી નાંખ્યું. પણ જ્યાં રાત્રિને અંધકાર પસર્યો ત્યાં તે વિધીઓ આ હાથીને ઘેરી વળ્યા.
- પુણ્યાઢય રાજા ભયંકર આક્તમાં આવી ગયા અને ખૂબ ચિંતાતુર બન્યા. હવે શું કરવું! કેમ બચાવ થશે પુણ્યાઢયરાજાના પક્ષના લકે પણ બબડવા લાગ્યા કે આ હાથીએ શા માટે આ પાંગળાને ગાદી પર બેસાડ. આમ વાતાવરણ ગમગીન બની ગયું. વિષાદના ઘેરા વાદળ છવાઈ ગયા. તેટલામાં ભાગ્યદેવી અદશ્યપણે પુણ્યાય રાજાને કહે છે અરે પુણ્યાઢય! ધીરજ
ખ, હિંમત ન હાર. હાથમાં એક તણખલું લે અને એને તું શસ્ત્ર માન ! અને શત્રુ સૈન્ય પર ફેક તણખલું પણ શત્રુને સંહાર કરી તેને વિજય પ્રાપ્ત કરાવશે.
તેટલામાં તે પવનથી પ્રેરાઈને તે જ ક્ષણે એક તણખલું ઉડીને પુણ્યાઢય નૃપતિના હાથમાં આવી ચઢ્યું. ભાગ્યદેવીના કથન મુજબ પુણ્યાય રાજાએ શત્રુ સૈન્ય પર જ્યાં એ તણખલું ફેંકયું ત્યાં તે આકાશમાં ભયંકર ગજવ અને ગડગડાટ શરુ થયા અને અગ્નિની જવાળાઓ ઉછળવા માંડી. મોટા મોટા પહાડે અને ધરતી ધ્રુજવા લાગી. પુણ્યાઢય રાજાના પુણયના પ્રભાવથી તણખલું પણ વજ બની ગયું. તે જ વખતે
અદશ્યપણે ભાગ્યદેવીએ ગગનમાં ઘોષણા કરી કે-અરે ! - તમે સાંભળે. જે કોઈ પુરુષ આ પુણયાઢય રાજાને નહિ નમે
તેના ઉપર આ વજ પડશે અને એના ચૂરેચૂરા થઈ જશે. : સૌ કોઈ ભયભીત બની ગયા. સૌ ધ્રુજવા લાગ્યા. સૌના