________________
વ્યાખ્યાન ઓગણીશમું
૧૫ મૂળ કયાં હતો અને કેવી રીતે તેણે વિકાસ કર્યો, તેની પ્રગતિના પગરણ કેવી રીતે મંડાયા અને આ રીતે પ્રગતિ સાધતા સાધતા, વિકાસ કરતા કરતા કેવી રીતે પંચંદ્રિયપણાને પામ્ય અને દેવદુર્લભ જેવા માનવભવની પ્રાપ્તિ એને શી રીતે થઈ! એનું વર્ણન કરતાં કરતાં તેમણે ફરમાવ્યું કે
એક વખત આપણે આત્મા અનાદિ નિગોદમાં, અવ્યવહાર રાશિમાં-સૂમનિગદમાં હતું. અવ્યવહાર રાશિમાં નિગોદના અસંખ્યાત ગોળા છે. પ્રત્યેક ગાળામાં અસંખ્યાત નિગોદ છે અને પ્રત્યેક નિગોદમાં અનંતાનંત-જીવાત્માઓ છે. નીચેની ગાથા એ જ વાતને રજૂ કરે છે.
गोला य असंखिज्जा, असंखनिगोअओ हवई गोलो। एकेकम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ।।
સં. સૂ૦ ગા. ૩૦૧ એક એક નિગોદમાં જે જીવે છે તે જીવોની સંખ્યા ત્રણે કાળના સિદ્ધના જીવાથી અનંત ગુણ છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે
न सा जाई न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जल सव्वे जीवा अणंतसो ॥
સકળ વિશ્વમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ નિ નથી, એવું કેઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં આ આત્માએ અનંતીવાર જન્મ મરણ ન કર્યા હોય. સોયની અણ જેટલી જગ્યામાં પણ આત્મા અનંતીવાર જન્મે અને મર્યો છે, જ્ઞાનીઓ કહે છે કે