________________
૨૦૦
ધર્મ તત્વ પ્રકાશ
સાથે ભારે ઠાઠમાઠથી અનરા આડંબરથી અને ભવ્ય ધામધૂ મથી પદ્મપુર નગરમાં પ્રવેશ કરે છે.
ઠેર ઠેર આપાલવના તેરશે-ધજા-પતાકા અને ભવ્ય મંડપ ઊભા કરી નગરને અત્યંત આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. પુરજને ઉત્સાહ અપાર હતા. વાજા ગાજાથી ગગન ગુજી કહ્યું હતું. ડંકા-નિશાન અને શરણાઈના સૂર આકાશને ભરી દેતા હતા. રંગબેરંગી ફૂલની માળાઓ ઠેર ઠેર ટાંગવામાં આવી હતી. જેની ખૂશબે નગરજનેને અનેરી તાજગી આપી રહી હતી. સૌ કઈ નવ્ય વસ્ત્રો પરિધાન કરી અલંકારોથી અલંકૃત થઈ મહારાજાની વિજયયાત્રાને વધામણા દ્વારા વધાવવા સંમુખ આવી રહ્યા હતા. ભવ્ય આડંબરથી પ્રવેશતા રાજા તપનને અને આ મહા પુણ્યશાળી અને સમર્થ ગજરાજના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટયા હતા છજાઓ અટારીઓ, અગાસીઓ અને આમ રસ્તાએ જનમેદનીથી કીડીયારાની જેમ ઉભરાયા હતા.
કલાકારોએ રંગોળીઓ પૂરી હતી, ગૌરાંગનાઓ મધુર મંજુલ મંગળ ગીત લલકારતી હતી, પુર અને જયજયના દવનિ પિકારી રહ્યા હતા, અશ્વો હેપરવા કર રહ્યા હતા, હાથીએ મેઘ-મંજુલ ધ્યાનથી બજાં રવ કરી રહ્યા હતા.
ભવ્ય સવારી નીકળી હતી, જનતા અક્ષૌક્તિકે અને રૂપા નાણાથી રાજાને ઘાવી રહી હતી, પસવારીની શેભાને કંઈ પાર નહે. આ વિજયયાત્રા અને શોભાયાત્રા નિહાળી સૌના હૈયા હર્ષ થી પુલકિત બન્યા હતા. સમગ્ર પ્રજા રાજા ઉપર અત્યંત પ્રીતિ ધરાવે છે. ભાટ-ચારણે મહારાજાની પ્રશસ્તિ યશોગાન અને બિરૂદાવલી બોલે છે,