________________
વ્યાખ્યાન ગણીશમુ
આપ ફકર ન કરો આપના મનનું સમાધાન કરે તેવા મહાબુદ્ધિનિધાન આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ નગરમાં પધાર્યા છે, હું એમને અત્રે પધારવા આમંત્રણ આપું છું. તેઓશ્રી જરૂર આપણી વિનતીને માન આપી અત્રે પધારશે અને લોકને યથાર્થ ભાવાર્થ રજૂ કરી આપણા મનનું સમાધાન કરશે.
મુખ્યમંત્રીની આ પ્રકારની વાત સાંભળી મહારાજાએ જવાબ વાળે મંત્રીરાજ! મોટા મોટા પંડિત અને જાણકાર પણ આ કના રહસ્યને રજૂ કરી શકયા નથી તે શું તેઓશ્રી તેના મમને રજુ કરી શકશે! અસ્તુ પેનકેન મારા મનનું સમાધાન થવું જોઈએ અને સંદેહ ર થ જોઈએ.
મહારાજાની આજ્ઞાથી મુખ્યમંત્રી પૂજનીય સૂરિ પુરંદર શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે જાય છે અને એએશ્રીને યથાવિધિ વંદન-નમસ્કાર કરીને વિનયપૂર્વક બે હાથ જેડીને વિનંતી કરે છે કે-૫૦ ગુરૂદેવ ! અમારા મહારાજાના મનનું સમાધાન કરવા આપ રાજમહેલમાં પધારે અને શ્લોકને યથાર્થભાવાર્થ કથન કરી આપની વિદ્વતાને પરિચય આપે.
મુખ્ય મંત્રી રાજની વિનંતિને માન આપી જૈન શાસનની ઉન્નતિની ખાતર શિષ્યવૃંદ સહ સૂરિદેવ રાજમહેલમાં પધાર્યા. મહારાજાએ તેઓશ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું. સુરીશ્વ૨છની શાંતરસ ઝરતી કમનીય કાયા અને ભવ્ય લલાટ નિહાળી લોકે પરસ્પર વાત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજ તે મૂર્તિમાન શાંતરસના કુંડ જેવા ભાસે છે. હાથી જે હાથી પણ વંદનીય વિભૂતિ શ્રી સૂરીશ્વરજીને જોઈ દંતશૂળ અને સંત