________________
વ્યાખ્યાન ઓગણીશમું
હાથીએ તે વણથંયુ પ્રયાણ આગળ ને આગળ ચાલુ રાખ્યું. ગ્રામ, નગર, પુર અને પાટણ વટાવતાં વટાવતાં હાથી અત્યંત દૂર નીકળી જતાં મંત્રીઓ અને પૌરજનો વિચારમાં પડી ગયા અને અત્યંત ચિંતાતુર બની ગયા. હાથીએ તે દૂર સુદૂર એક નિર્જન અટવીમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં એક વૃક્ષની નીચે એક પુરુષ સૂતેલું હતું, ત્યાં તે હાથી ઉભે રહ્યો. એ પુરુષે વસ્ત્રથી પિતાના અંગે પાંગ ઢાંકેલા હતા. તે પુરુષના ઉપર આ ગજેન્દ્ર મંગળ કળશ દ્વારા જળથી અભિષેક કર્યો.
બંદીજનોએ જયજયના પિકાર કર્યા. વાઈના મધુર નાદથી ગગન ગુંજી ઉઠયું. તે વખતે એ વૃક્ષની નીચે સૂતેલા પુરુષને મંત્રીઓએ વસ્ત્ર ઉંચકીને ઉઠાડયો.
જ્યાં એ પુરુષ ઉઠે ત્યાં તે સૌની નજર તેને અંગપાંગ ઉપર પડી ત્યારે સૌના જોવામાં આવ્યું કે, આ પુરુષના અગોપાંગ તે સાવ ટૂંકા છે, અંકોચાયેલા જણાય છે.
મંત્રીશ્વએ વિચાર્યું કે અહે આ પુરુષ કે ભાગ્યશાળી છે. ઉત્તમ લક્ષણ અને રાજ ચિહેથી યુક્ત હોવા છતાં શરીરે પાંગળા છે. એક તણખલું ઉપાડવા પણ સમર્થ નથી. આ પણ એક વિધિની વિચિત્રતા છે.
મંત્રીઓ વિચારવા લાગ્યા કે શું આ પુરુષ રાજા થવાને યોગ્ય છે? આ પ્રમાણે મંત્રીઓ વિગેરે વિચારતા હતા તેટલામાં અવધિજ્ઞાની હાથીએ પિતાની સૂંઢ વડે ઉંચકીને એ પાંગળા પુરુષને પિતાની પીઠ પર સ્થાપન કર્યો અને એણે તે નગર તરફ પ્રયાણ કર્યું. મંત્રીશ્વરે અને સમગ્ર જનતા