________________
v
વ્યાખ્યાન એગણી શકું વાત કરી કે જુએ મિત્ર ! મુનિશ્રીની આંખમાંથી પાણી ટપકી રહ્યું છે. જરૂર પવનથી ઉડીને મુનિશ્રીની આંખમાં કંઈક પડ્યું લાગે છે. બારીકાઈથી જોતાં તેમને લાગ્યું કે મુનિશ્રીની આંખમાં કાંટો પડે છે. | મુનિશ્રી તે નિસ્પૃહ છે, એમને શરીર પર મમત્વ નથી, એ તે સમતા ભાવથી આ વેદના સહન કરે છે, અને આંખમાં પડેલ કાંટો પણ કાઢતા નથી, પણ આપણે આ સેવાને લાભ લઈ જીવનને કૃતાર્થ કરીએ! પણ વામન ઠીંગણે હતા, એણે વિચાર્યું કે મારા હાથ તે મુનિશ્રીની આંખ સુધી પહોંચી શકે તેમ નથી ત્યારે રામે કહ્યું વામન ! તું ખેદ ન કર, હું ઘડી બનું છું, જેથી તું મારા ઉપર ચઢી જા અને મુનિશ્રીની આંખમાંથી કાંટો કાઢી નાંખ! ત્યારે સંગ્રામે કહ્યું અરે વામન મારા હાથના ટેકાથી તું સ્થિર થા અને કાંટો કાઢી નાખ ! તરત જ રામ ઘેડી બન્ય, સંગ્રામે ટેકો આપ્યો અને વામન કાંટો કાઢવા તૈયાર થયે.
વામને ચતુરાઈથી મુનિશ્રીની આંખમાંથી કાંટો કાઢી નાંખ્યો, જેથી મુનિ શ્રી વેદના મુક્ત થયા, વામને જ્યારે મુનિશ્રીની આંખમાંથી શરીરને સંકેચ કરી કાટ કાઢયે તે ખરે પણ એણે મનમાં વિચાર્યુ કે આ સાધુ મહારાજ કેવા મલીન છે એમ ધૃણા કરી અને તે વખતે તેણે ગાત્ર મદ પણ કર્યો કે આપણા જેવા ક્ષત્રિયે સિવાય આવા ઉપકારનું મહાન કાર્ય બીજા કાણ કરી શકે ! એટલે તે વખતે તેણે નીચકુળમાં ઉત્પન્ન થવાનું અને ભવિષ્યમાં પાંગળા બનવાનું કર્મ બાંધી લીધું.
મુનિશ્રી વેદના મુક્ત બન્યા. સૌને અત્યંત આનંદ થયે,