________________
હમ તવ પ્રકાશ
से कि तं आगम ते भावावस्सयं ।
जाणए उदउत्ते से तं भावावस्सयं ॥ મતલબ જ્ઞાનપૂર્વક અને ઉપગપૂર્વક કરેલ આવશ્યક એ ભાવ આવશ્યકમાં ગણાય છે અને ઉપયોગ શૂન્ય દ્રવ્ય આવશ્યકમાં ગણાય છે. તેવી જ રીતે તમામ ધર્મક્રિયાઓમાં સમજવાનું છે.
એક જ મુનિની એક જ પ્રકારની સેવા કરનારા ત્રણ મિત્રે જુદા જુદા પરિણામ-ભાવને કારણે ભાવમાં ફરક પડવાથી ફળમાં કેટલે મોટે ફરક અને અંતર પડે છે, તે વાતને ત્રણ મિત્રોની કથાથી અને પુણ્ય સ્રય રાજાના વર્ણનથી આપણને ખ્યાલ આવશે પુણ્યાહચરાજાની કથા
ધનધાન્યથી સમૃદ્ધ એવું લક્ષમીપુર નામનું નગર હતું. આ નગરમાં જ્ઞાતિના ક્ષત્રિય રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રે રહેતા હતા, પરસ્પર સૌને ગાઢ પ્રીતિ હતી, એક બીજાને વિરહ સહન કરવા સૌ અસમર્થ હતા. એકદા આ ત્રણ મિત્રે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા એક મહામુનિને નિહાળ્યા. નિરખતાં જ સૌએ ભાવપૂર્વક મુનિશ્રીને પ્રણામ કર્યા.
તે વખતે વામનની નજર મુનિશ્રીની આંખ ઉપર પડી અને વામનના જાણવામાં આવ્યું કે સુનિશ્રીની આંખમાં કણ, કસ્તર યા કાંટે પડયે લાગે છે! વામને રામ અને સંગ્રામને,