________________
ઘમ તક પ્રકાશ
તેવી જ રીતે જે ધર્મકરણી દ્વારા અને જે શુભ અને હાશ મહાન ફળ મળવાનું હતું પણ અવિધિ દેષના કારણે, બેદરકારીને કારણે કાળનું ઉલ્લંઘન કરીને ધર્મક્રિયા કરવાના કારણે રસ અને ઉલ્લાસ વગર-ભાવ વગર ઉપરછલ્લી દષ્ટિએ, ગતાગતિકાજે અને સમજ્યા વગર ક્રિયા કરવાથી ફળમાં માટે ફરક પડે છે.
તેમ જ આ અપૂર્વ ધર્મક્રિયા દ્વારા મિક્ષ રૂપ મહાન ફળની અભિલાષા ન રાખતા કેટલાક આત્માઓ દુન્યવી સુખની અભિલાષાથી આ લોક અને પરલોકના સુખની કામનાથી, દુન્યવી ફળની ઈચ્છા, આકાંક્ષા કરી ધર્મ ક્રિયાને મલીન કરી નાંખે છે પણ એને ખબર નથી કે એક કાચના ટુકડાની ખાતર ચિતામણું રતનને હારી જવા જેવી આ મહામૂર્ખાઈ છે.
બ્રહ્મદત્ત ચક્રવર્તીના આત્માએ સંભૂતિમુનિના ભાવમાં ચારિ. ત્રની સુંદર આરાધના કરી પણ અંતે નિયાણું કર્યું. જેથી એ નિયાણાના પરિણામે તેઓ ચક્રવર્તીની ઋદ્ધિ સિદ્ધિ પામ્યા. પણ એમાં અત્યંત આસક્ત થવાથી એ બ્રહ્મદત્ત ચક્રવતી ત્યાંથી કાળ કરી સાતમી નારકીએ પહોંચી જાય છે.
પુણ્યાનુબંધી પુણ્યમાં અને પાપાનુંબંધી પુણ્યમાં ઘણું મોટું અંતર છે, શાલિભદ્રને પુણ્યાનુબંધી પુણ્યથી અઢળક લક્ષ્મી મળી છતાં એમાં તેઓ આસક્ત થયા નહિ. એને ત્યાગ કરતા એમને વાર ન લાગી. જ્યારે પાપાનુબંધી પુણ્યના પરિણામે મેળવેલી લક્ષમીમાં માણસ આસક્ત બને છે અને પરિણામે દુર્ગતિના ઘેર દુખે પામે છે. આ દષ્ટિએ જ શાસ્ત્ર