________________
વ્યાખ્યાન ઓગણીશમુ નાખવામાં આવે છે તે જ ભોજન કરનારાઓને આનદ આવે છે, તેમ જ્યાં જે વિધિ આચરવાની કહી છે તે વિધિનું ઉદ્ઘ ઘન કરી ક્રિયા કરવામાં આવે તે તે ફળમાં માટે ફરક પડે છે.
आसन्न सिद्धि आणं विहि परिणामो हाई सयकाल' ।। विहिचाउ अविहि मत्ती, अभव्व जिअ दूर भव्वाण ॥
જે આત્માઓ અલ્પકાળમાં મુક્તિએ જવાના હોય છે, એવા ઉત્તમ આત્માઓને જ હંમેશા વિધિ મુજબ ક્રિયાકાંડ કરવાની ભાવના થાય છે. અભવ્યો તથા દુર્ભવી આત્માઓ મોટા ભાગે વિધિને ત્યાગ કરે છે. વિધિ પ્રત્યે દુર્લક્ષ્ય રાખે છે અને અવિધિનું સેવન કરે છે.
એક તરફ ધર્મક્રિયા કરે, તપ-જપ અને ધ્યાન કરી અને બીજી તરફ સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘની નિંદા-કુથલીમાં પડી જાય, ટીકા-ટીપ્પણમાં પડી જાય, ઈષ્ય-અસૂયા કરે તે ય તે કિયાનું ફળ હારી જાય છે.
જે કે ધમક્રિયાનું ફળ મળ્યા વગર રહેતું નથી. ધર્મ ક્રિયા કયારે ય નકામી કે નિષ્ફળ જતી નથી પણ લાભમાં મોટો ટેટ પડે છે. જેમ કે-એક વ્યાપારીને અમુક વ્યાપામાં લાખ રૂપીયા મળવાના હતા પણ તેની ગફલતના કારણે યા બે રકારીના કારણે ફક્ત ૩૦-૧૦૦ રૂ. મળ્યા. બોલો કેટલો મોટો ટેટ પડશે ? પણ તેની તેને ખબર નથી એ તે સમજે છે કે નુકશાન તો થયું નથી ને ! ૫૦-૧૦૦ મળ્યા છે ને! પણ એને ખબર નથી કે જે મેં બેદરકારી યા ભૂલ ન કરી છે તે ઘણે માટે લાભ મળવાને હતો એનાથી હું વચેત રહો.