________________
વાપાન એવાહ!
કારાએ પુણ્યાનુબંધી પુણ્યને પણ કથંચિત્ ઉપાદેય તરીકે ગયું છે. આ લોક કે પરલોકના સુખની આશંસા વિનાની ધર્મકરણ એકાંતે મહાન લાભદાયક નીવડે છે. દિલપૂર્વક, રસપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને આશંસા દોષ રહિત કરતી ધર્મક્રિયા એ ભાવક્રિયામાં ગણાય છે અને એનું મહાન ફળ આત્માને મળે છે.
મહાન જ્યોતિર્ધર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ કલ્યાણ મંદિર તેત્રમાં એ જ વાત જણાવે છે કે
आकर्णितोऽपि महितोऽपि निरिक्षीतोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भकत्या जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्र यस्मात् क्रिया प्रतिफलन्ति न भावशून्याः
હે જાબાંધવ! હે દેવાધિદેવ! મેં તમને સાંભળ્યા છે, પજ્યાં છે, સ્તવ્યા છે અને તમને નિહાળ્યા છે. છતાં મારી આ દુર્દશા થવાનું કારણ મેં એ બધી સ્તવન-પૂજન, દર્શન અને શ્રવણની તમામ ક્રિયા ભાવ વગર કરી અને ભાવ વગરની કિયા ફળ ન આપે એ સ્વભાવિક છે,
માટે જ જ્ઞાનીઓ કહે છે કે-“ક્રિયા એ કર્મ પરિણામે બંધ અને ઉપગે ધમ” કિયા વડે કર્મ બંધાય છે, પરિ કામ પ્રમાણે કર્મને બંધ થાય છે અને ઉપગ હોય તે ધર્મ થાય છે. એટલે શુભ ફળ કે અશુભ ફળ, મજબુત કે ઢીલે બંધ સ્થિતિ અને રસમાં મુખ્ય ભાગ ભજવે છે. ઉપ
ગ વગરની ચિત્ત શૂન્યપણે કરેલી ક્રિયા એ ભાવક્રિયામાં ન ખપતાં દ્રવ્યક્રિયામાં ખપે છે. અનુગ દ્વાર સૂત્રમાં ભાવાઉચકના વર્ણનમાં સૂત્રકાર ફરમાવે છે કે –