________________
વ્યાખ્યાન ઓગણીશમું
૨૯૭ ચળ પર્વત પર નિવાસ કર્યો. આ હાથીને પકડવા માટે મેં અનેક યુક્તિ પ્રયુક્તિ કરી, ખૂબ વિચાર વિનિમય કર્યો છતાં કંઈ જ સૂવું નહિ અને સફળતા મળી નહી પણ આ ગજરાજ પિતાની મેળે જ મધુર ગુજારવ કરતો મારી પાસે આવીને ઉભું રહ્યું. આથી મારું હૈયું હર્ષના હિલોળે ચઢ્યું, મારા હર્ષનો કઈ અવધ ન રહ્યો. આથી મને પારાવાર આશ્ચર્ય થયું મને લાગ્યું કે જરૂર મારા નસીબ ઉઘડી ગયા, ભાગ્યોદય થાય ત્યારે જ આવું અમૂલ્ય અને અલભ્ય હસ્તિરત્ન પ્રાપ્ત થાય છે અને તે પશુ પેતાની એળે જ. ત્યારબાદ આ હસ્તિરત્નની પૂજા-અર્ચા કરી આરતી કરી મેં એને બચસ્કાર કર્યો એટલે આ ગજરાજે મારી પીઠ ઉપર એની કામળ સૂઢ ફેરવી મને આશીર્વાદ આપ્યા, ત્યાર બાદ આ હસ્તિન મને પિતાની સૂઢ વડે સંકેત કરી આગળ ચાલવા માડયા. હાથી આગળ અને હું એની પાછળ પાછળ ચાલવા માંડયો.
ઘણા લાંબે રસ્તો કાઢે, અનેક ગ્રામ નગર અને પુરના પૌરજને આ હસ્તિરત્નને નિહાળતા આનંદવિભોર બની જતા અને એને ખરીદી લેવા તૈયાર થતાં પણ આ ગજરાજે સૌની સમુખ લાલ આંખ કરી સૌને તિરસ્કારી આગળ ચાલવા માંડયું. અનેક રાજાએ મોં માગ્યા દામ આપી ખરીદી લેવા તૈયારી બતાવી પણ આ હસ્તિરને રસીના પ્રતિ અણગમે દર્શાવ્યો. સૌ એને ચાહતા, સૌ એને ઈચ્છતા કે આ ગજરાજ અહીં ઉભા રહે પણ એણે તે વણથંભ્ય પ્રયાણ ચાલુ રાખ્યું, આમ નિરંતર પ્રયાણ કરીને રાજન્ ! આ હસ્તિ પિતાની મેળે જ પ્રસન્નતા પૂર્વક આપના રાજમહેલના આંગછામાં આવી ચઢયા છે,