________________
૨૯૪
ધમ તત્વ પ્રકાશ
મુનિશ્રીને પ્રણામ કરી કૃત કૃત્યતાને અનુભવ કરતા અને આનંદ પ્રમોદ કરતાં ત્યાંથી વિદાય લીધી. માર્ગમાં જતાં જતાં વામને કહ્યું કે મિત્રો ! જે મુનિરાજની સેવા-ભક્તિથી આપણને અહીં પણ પ્રસન્નતા અનુભવી અને અપૂર્વ આનંદ અનુભવ્ય તે ભવિષ્યમાં તે આ સેવાનું કેવું સુંદર અને મહાન ફળ મળવો
આ પ્રમાણે જ્યારે વામને વાત કરી ત્યારે રામે હસતા હસતા મકરીમાં કહ્યું અરે ભાઈ! ભવષ્યિની વાત તો દૂર રહી પણ મને તે અહીં તત્કાળ ફળ મળ્યું અને હું પશુ બન્ય ત્યારે સંગ્રામે જરા ડહાપણભરી વાત કરી મિત્ર ! આમ ન બેલ, આ પ્રમાણે મશ્કરી કરવાથી પુણ્યના ફળમાં કસર પડે છે. ફળમાં ફરક પડે છે. આપણે મુનિરાજને નિકંટક કર્યા એટલે આપણને ભવિષ્યમાં નિષ્કટક રાજ્ય મળશે, ત્યારે વામન બોલ્યા મિત્ર! તારી વાત સાચી છે. આ સાધુ સેવાનું ફળ મહાન અને અપરિમિત મળશે, એમાં શંકા નથી, આ પ્રમાણે ત્રણે મિત્રો પરસ્પર પ્રીતિપૂર્વક વાત કરતા અને પુનઃ પુનઃ સાધુ સેવાની અનુમોદના કરતા પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા.
આ ત્રણે મિત્રોમાં રામે મશ્કરીથી કહ્યું હતું કે મને તે સાધુ સેવાનું તત્કાળ ફળ મળ્યું અને હું પશુ થયે, એ રામ અહીંથી કાળ કરી હાસ્યક્તિના કર્મથી હાથીપણે પેદા થાય છે, પણ સાધુની સેવા કરી હતી એ પુણ્યના પ્રભાવથી એ અવધિજ્ઞાન યુક્ત બહુ પુણ્યશાળી ડાથી થયે, સંગ્રામે કહ્યું હતું કે-મુનિશ્રીની આંખ નિટક કરવાથી નિષ્કટક રાજ્ય મળશે તેથી બીજા ભવે તે પદ્મપુર નગરને રાજા થયે, પૂર્વભવની