________________
વ્યાવાન ગણેશમુ
રમાં આથડી રહ્યો છે. આત્માએ અંતર્મુખ બનવાની જરૂર છે. આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે, પરદેષ દર્શનની ટેવને ભૂલી, સ્વદેષ દર્શનની ટેવ પાડવાની છે. આત્મા જયારે આત્મ સંમુખ બનશે અતિ મુખ બનશે ત્યારે તેનો ઉદ્ધાર, વિકાસ અભ્યદય કે પ્રગતિ થતાં વાર નહિ લાગે.
રોજ તમે ફક્ત પાંચ મિનિટનો સમય કાઢી એકાંતમાં બેસી જાવ અને શાંત ચિત્તે તમે તમારા આત્માનું નિરિક્ષણ કરો કે હું કે છું? મારામાં કેટલા દેષ ભરેલા છે? મારી પ્રગતિ કેમ રૂંધાઈ ગઈ? આટઆટલે તપ-જપ અને ત્યાગ કેળવવા છતાં મારા કષા પાતળા પડ્યા કે નહિ? આટલું ચિંતન-મનન અને નિદિધ્યાસન કરશો તે સ્વ૯૫ કાળમાં જ તમે રિદ્ધિ-પાનને ચઢી શકશે.
પરમાત્મા તે વીતરાગ છે, અનંતગુણના ભંડાર છે. રાગદેષને જ્યાં લેશ પણ નથી, કશી જ ખામી કે ઉણપ નથી, એવા વીતરાગ પરમાત્માની પૂજા-ભક્તિ કરનારા ઘણા હોય છે પણ બધાને સરખું ફળ મળતું નથી. એનું મુખ્ય કારણ એજ છે કે સૌની ભાવનામાં અને અધ્યવસાયમાં તારતમ્યતા હોય છે. સૌના દિલમાં ફરક છે. માટે જ કહ્યું છે કે
" यादृशी भावना यस्य फल भवति तादृशं" મતલબ જેની જેવી ભાવના હોય છે તેવું તેને ફળ મળે છે.
એક ભાવિક આત્મા સાધર્મિવાત્સલ્ય કરે છે અને બીજા ભાઈ જ્ઞાતીને જમણવાર કરે છે. જમનારા એના એ જ ભાઈઓ હોય છે છતાં ભાવનાના ફરકના કારણે એકને સાધર્મિ ભક્તિને