________________
છે કે વ્યાખ્યાન ઓગણીસમું. છે. ફળમાં ફરક કેમ?
પરમાત્માની પૂજા ભક્તિ કરનારા સંખ્યાબંધ આત્મા હોય છે, પણ બધાને ફળ સરખું મળતું નથી. કારણ કે સોના ભાવ ચરખા હોતા નથી. સોની ભક્તિ સરખી હોતી નથી, સૌના ભાવ જુદા હોય છે. સૌના અધ્યવસાયમાં ફરક હોય છે. સૌની લાગણી અને ભક્તિમાં ફરક હોય છે. સૌના રસમાં અને ઉલ્લાસમાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. નાગકેતુએ ભગવાનની પૂજા કરતા ભાવનામાં ચઢતા કેવળજ્ઞાન મેળવ્યું. આપણા એવા ભાવ અને એવા અધ્યવસાય હતા નથી, એટલે આપણને એવું ફળ મળતું નથી.
બીલાડી એ જ મુખથી અને એ જ દાંતથી પોતાના બચ્ચાને પકડે છે અને એ જ મુખથી ઉંદરડાને પકડે છે. પકડવાની ક્રિયા એક સરખી હોવા છતાં બંનેનાં ભાવમાં આસમાન પાતાળ જેટલું અંતર છે. બીલાડી પિતાના બચ્ચાને હાલથી અને વાત્સલ્યભાવથી પકડે છે, જ્યારે તે ઉંદરડાને મારી નાંખવાની અને એને હઈયા કરી જવાની ભાવનાથી પકડે છે.