________________
"
-
www
૨
ધર્મ તત્વ પ્રકાશ તારક છે, ઉદ્ધારક છે અને જગતમાં એજ સારે છે. આ વાત અને આવી અટલ શ્રદ્ધા જ્યારે આત્માને થાય છે, ત્યારે આત્મા સમકિત દષ્ટિ બને છે. અને દેવગુરુને ઉપદેશ જ્યારે જીવનમાં ઉતરે ત્યારે સમજવું કે તે ક્ષણ. તે ઘડી, તે દિવસ, તે માસ અને વર્ષ ધન્ય બને અને તે ભવ પણ મંગળ બની જાય, ધર્મ એ લત્કૃષ્ટ મંગળ છે, વિપદા અને વિદનેને દૂર કરી સુખ, સંપત્તિ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે.
- કોઈ પણ ગ્રન્થકાર ગ્રન્થની શરૂઆત કરતા મંગળ કરે છે, તેથી તેનું કાર્ય નિર્વિન પરિપૂર્ણ થાય છે. મંગળ ઘમને પુષ્ટ કરે છે. માટે ધર્મને માનનાર અવશ્ય પ્રસંગે ભાવ મંગળ કરે છે.
નવકાર મંત્ર
નવકારમંત્ર એ પરમ મંગળ છે. જૈનશાસનને અપૂર્વ મંત્ર છે. ચૌદપૂર્વ સાર છે. જીવનને આધાર છે, અને હૈયાને હાર છે. માટે પ્રત્યેક ઘડી-પળે તેનું સ્મરણ કરે. તન્મય બનીને એકાગ્ર ચિત્ત તેને જાપ કરે. ખાતા-પીતા, ઉઠતાબેસતા, સૂતા-જાગતા તેમ જ કોઈ પણ કાર્યને પ્રારંભ કરતાં, પ્રયાણ કરતાં કે પ્રવેશ કરતા નવકાર મંત્રનું સ્મરણ કરો. અરે જન્મતા બાળકને નવકાર સંભળાવે. મૃત્યુ શયામાં પોઢેલાને પણ નવકાર સંભળાવે. કારણકે તે મહામંગળકારી છે. મનને પવિત્ર બનાવે છે, આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવે છે અને સર્વ પાપ નાશ કરી અજરામર પદને અર્પે છે.