________________
૧૮૦
ધર્મ તત્વ પ્રકાશ
લઈ શકતા નથી તેથી પ્રતિક્રમણ પછી “બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશું” એ બે આદેશે માંગવામાં આવે છે. શકયની આજ્ઞા માંગવાની છે અને અશકય માટે આ બન્ને આદેશ માંગવાના છે.
જૈન શાસનમાં આજ્ઞાને માન છે, ત્યાં વિનય છે અને ધર્મ વિનયમાં છે. વિકૃત સાહિત્ય
આપણું કેઈપણ સંસ્થા કે કોઈપણ કાર્ય જૈન શાસનની પ્રણાલિકા મુજબ સિદ્ધાંતની શૈલી મુજબ થવું જોઈએ. હરેક વસ્તુ વિચાર વિનિમય કરીને બધા મળીને સંગઠ્ઠન અને સંકલનપૂર્વક કરવામાં આવે તે ઓછી મહેનતે થોડા ખર્ચે એનાં રૂડા ફળ આવે, પરિણામ સુંદર આવે, આજે સંગઠ્ઠનના અભાવે બેડી બામણીના ખેતર” જેવી આપણી પરિસ્થિતિ છે.
ગમે તેવા વક્તાઓ ગમે તેમ બોલે, શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરે, લેખકોને પણ આજે રાફડો ફાટે છે. આજે ઘણા લેખકો પિતાની માન્યતા મુજબના વિચારોને સેળભેળ કરીને કલ્પના મુજબ લખાણ લખે રાખે છે. ઇતિહાસને વિકૃત કરી નાખે છે. આપણે પ્રાચીન મહાપુરુષ અને મહાસતીઓના પવિત્ર જીવન ચરિત્રને શની રંગોળી પૂરી, ઓપ આપી, રસદાર બનાવવા માટે શબ્દોના સાથીયા પૂરી અલંકારી ભાષા વાપરી કલ્પનાના ચિત્ર ચિતરી સ્વચ્છેદ રીતે સ્વતંત્રતા પૂર્વક મન ઘડત રીતે પાની કલ્પના કરી ચરિત્રને વિચિત્ર રૂપે ચિતરી ઈતિહાસનું ખૂન કરે છે. કેટલાકે સિદ્ધાંતની બાબતને