________________
ષમ તત્વ પ્રકાશ
આપણને ઢઢળી રહ્યા છે, જાગૃત કરી રહ્યા છે અને સન્માર્ગે વાળી રહ્યા છે. આ કંઈ જે તે ઉપકાર ન ગણાય. આવા સદગુરૂના ઉપકારને બદલે વાળે વળે નહિ માટે જ કાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં ત્રણ જણના ઉપકારને બદલે વાળ્યો. વાળી શકાતું નથી. જીવનભર એમની સેવાશશ્નષા કરે, એના માટે બધુંય સમર્પણ કરી એના ચરણ કમળની ઉપાસના, સેવા અને ભક્તિ કરે તે ય એ ઉપકારીઓના ઉપકારને બદલે વાળ્યો વાળી શકાતું નથી. ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા
આ બધી વસ્તુના હાર્દને સમજવા માટે ધાર્મિક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. - આજે કેટલાય ગ્રેજયુએટે, ડબલ ગ્રેજ્યુએટ B.A, M. A. અને C. A. થયેલા અમારી પાસે આવે છે. ત્યારે અમે એને પૂછીએ છીએ કે ધર્મનું શું ભણ્યા છો? ત્યારે એ બિચારા એને જવાબ આપતા શરમાવું પડે છે. કોઈ કહે છે અમને કુરસદ નથી, કોઈ કહે છે અમને રસ નથી.
પણ જેન જેવા ઉત્તમ કુળમાં જમ્યા પછી પણ દેવદર્શન, ગુરુવંદન કે સામાયિકની વિધિ પણ ન આવડે. જે જેને માટે અત્યંત આવશ્યક છે, અહર્નિશ જેની જરૂર પડે છે. આટલી વિધિ શીખવવામાં કંઈ વર્ષોની જરૂર નથી. ચીવટ અને લાગણી હોય અને ધ્યાન દઈને અભ્યાસ કરે છે એના માટે એક મહીને પૂરત છે. ધર્મની કઈક લાગણી હોય તે રજાઓના દિવસમાં પણ ધાર્મિક અભ્યાસ કરી શકાય છે પણ જ્યાં રજાઓમાં મજા