________________
૨૨૮
ધર્મ તત્વ પ્રકાશ
જ્ઞાનીઓ એ કહે છે કે ચૌદશજ લેકના જીવને એકવાર અભયદાન આપવામાં જે લાભ સમાયેલું છે તેટલો લાભ એક જીવને ધર્મ પમાડવામાં છે, અને ધર્મના માર્ગે ચઢાવવામાં છે, આ છે ભાવદયા અને પેલી છે દ્રવ્ય દયા. દ્રવ્ય દયા અને ભાવદયામા આસમાન પાતાળ જેટલું અંતર છે. સરસવ અને મેરૂમાં જેટલે તફાવત છે તેટલે ફરક અને તફાવત દ્રવ્યદયા અને ભાવદયામાં રહેલો છે.
પણ આજે દ્રવ્યદયા માટે જેટલી મહેનત અને પરિશ્રમ થાય છે તેટલે ભાવદયા માટે થતું નથી, કારણ કે ભાવદયાનું રહસ્ય આપણે સમજ્યા નથી. આજે આત્મા બાહ્યદષ્ટિ બન્ય છે. અત્યંતર દષ્ટિ અને સૂમ દષ્ટિ રહી નથી. ગતાનુગતિકતા કામ કરી રહી છે. કહેરીમાં પડી ગયા છે. વાહવાહ જઈએ છીએ. - હવે તમને તેને ખ્યાલ આવશે કે આપણા સદ્દગુરુઓ કેવું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ અને વસ્ત્ર વિહોણાને વસ્ત્ર આપવું એનું નામ છે દ્રવ્યદયા અને એ જ આત્માને ધર્મ માગે વાળ એનું નામ છે ભાવદયા.
એક ઝવેરી ઝવેરાતને ઘધે છોડીને મરચું મીઠું વેચવા બેસી જાય તો તમે એને ગમાર કહેશે કે શેઠ! આ શી મૂર્ખાઈ કરી રહી છે. ઝવેરાતના ધંધાની દષ્ટિએ મરચાં મીઠાને છે સામાન્ય ગણાય.
તેવી જ રીતે સાધુ મહાત્માઓ અને શુરુઓ જનતાને ધર્મ માગે વાળી જગતને ઉપર અસીમ ઉપકાર કરી રહ્યા છે. આ છે ભાવદયા,