________________
ધર્મ તત્વ પ્રકાશ
ઉલટી માન્યતા
તમે ધર્મમાં જે કંઈ ખર્ચ કરે છે તેટલા ઓછા થયા એમ માને છે અને કંઈ પણ વસ્તુ ખરીદે છે તેને તમે રહા માને છે. આ જ આપણી મોટી ભૂલ છે. ધર્મ સ્થળ દષ્ટિએ દેખાતો નથી, પણ એનું ફળ આપણે નજરે જોઈએ છીએ, આ જન્મમાં તમને જે કંઈ મળ્યું છે, કઈ લખપતિ કઈ ડપતિ અને કઈ કંગાળ-બેહાલ થઈને રખડે છે. આ જ વસ્તુ આપણને બતાવી આપે છે કે-પૂર્વકૃત પુણ્ય અને પાપનું ફળ છે નહિતર બધાની એક સરખી સ્થિતિ હતી
પણ એમ બનતું નથી. એટલે પૂર્વે તમે દાન આદિ સત્કાર્યો કરી અને સુપાત્રમાં લક્ષ્મીને વ્યય કરી જે કંઈ પુરુષનું ઉપાર્જન કર્યું હતું એ પુણ્યની બેંકમાં જમા થયા હતા, એ પુણ્યની બેંકમાં જમા કરાવ્યા હતા. એટલે તમે ચેક લખો ત્યારે તરત જ શી કરે છે. પણ પુણ્યની બેંકમાં જમા કર્યા વગર કઈ ચેક લખે તે શીકરે ખરે? એટલે ધર્મમાં જે કંઈ ખચ્યું, વાસ્તવમાં તે જ જમા થાય છે અને આ લેક માટે સ્વજન-સનેહી માટે કે કુટુંબ માટે જે કંઈ ખચ્યું, વાસ્તવમાં તે ગયું સમજે, પણ ધર્મ શ્રદ્ધાના અભાવે આપણી માન્યતા ઉલટી છે કે-બાગ-બગીચા અને બંગલા માટે ખર્ચા તેને રહ્યા માનીએ છીએ અને સુપાત્રમાં સદ્વ્યય કર્યા તેને ગયા માનીએ છીએ રહ્યા માનતા હતા તે વધારેમાં વધારે લક્ષ્મી પુણ્યકાર્યમાં જ ખચંતે. કારણ કે તે જમા થાય છે.
સોનાની પાટમાં નાખ્યા તે રહ્યા નથી પણ ગયા સમજે.