________________
વ્યાખ્યાન અઢારમું
૨૭૭ કારણ કે તે સાથે આવવાની નથી. પરલોકમાં એ સેનાની પાટના પૈસા ઉપજવાના નથી પણ પરલોકમાં સાથે આવશે ધર્મ. જેને તમે મૂડી એછી થઈ સમજતા હતા તે મૂડી ઓછી થઈ નથી પણ તે તમને પરલોકમાં ચક્રવતીં વ્યાજ સહિત તે શું પણ અનેક ગણું વધારે મળશે. દેવગુરુ અને ધમની સેવામાં, સાધર્મીની ભક્તિમાં ખર્ચેલા પૈસા સાથે આવવાના છે. એ ભક્તિ કરી તમે પુણ્યરૂપી માલ ખરીદ્યો જે માલ તમને નજરે દેખાતું નથી એ પુણ્યરૂપી માલ આત્માની સાથે આવે છે. હીરાને હાર કે સેનાની પાટ સાથે આવતી નથી. એ બધું તે અહીં જ પડી રહે છે. પરલકમાં ગામ-નામ, નગર-દેશ, કપડાંલત્તા અને પરિવાર બધું જ બદલાઈ જવાનું છે. ફક્ત આત્મા બદલાવાને નથી. કારણ કે તે અમર છે, અખંડ છે અને અવિનાશી છે.
આજે તમે અહીં એક પાપ કર્યું તે ભોગવવાનું કોને? સે વર્ષે પણ આત્માને જ જોગવવું પડશે. આ વસ્તુ જ્યારે હૃદયમાં બરાબર ઠસી જાય તે માણસ પાપ કરતા વિચાર કર. અહીં આપણે સાપથી ડરીએ છીએ તેટલા પાપથી નથી ડરતા પણ સાપ એક જન્મમાં મારે છે અને પાપ તે જન્મ જન્મમાં દુઃખી કરે છે. આવો ખ્યાલ જ્યારે આવે ત્યારે માણસ પાપ કરતા અચકાય, એને પાપ છે, પાપ કરતા ધ્રુજારી છૂટે, માટે જ સમકિત દષ્ટિ આત્મા અનીતિ, દગે કે વિશ્વાસઘાત કરતા અચકાય.
પાર્શ્વનાથ ચરિત્રમાં ગંધાર શ્રાવકનું વર્ણન આવે છે. ચિરને એ વિશ્વાસ હતું કે શ્રાવક દળે ન કરે, ચારને પણ