________________
પાખ્યાન અઢારમું
તેવી જ રીતે એક આત્માને ઉન્માર્ગે ચડાવવામાં મહાપા૫ બતાવવામાં આવ્યું છે. આપણાથી બને તે કોઈને ધર્મ માગે વાળ પણ આપણા નિમિત્તે યા આપણા દ્વારા કોઈ ઉન્માર્ગે ન ચઢી જાય, ધર્મ વિમુખ ન બની જાય, અધમ ન બની જાય એને પૂરે ખ્યાલ રાખવાનો છે. જે આત્મા ધર્મ પામ્યો નથી, જેને હજી ધર્મ રૂો નથી અને સંસારના સુખમાં રાચી માચીને રહે છે એવા આત્માને ભવ થામણ કરવું પડે છે. - એવા આત્માને ધર્મના માર્ગે ચઢાવવામાં એના અનતા ભવ કપાઈ જાય. સંસાર પરિમિત બની જાય અને જન્મ જન્મમાં એના દ્વારા જે અસંખ્ય અને અનંત જીવોની હિંસા થવાની હતી તેનાથી તે બચી જાય, ૧૮ પાપસ્થાનકે સેવવાનો હતે તે બધા પાપથી અને અનંતા ભવમાં અનંતા જીવની હિંસા બંધ થઈ. અનંત જન્મ મરણ કરવાનું હતું તેથી તે આત્મા બચી ગયો. આ બધું બનવામાં કારણભૂત ધર્મ પમાડનાર આત્મા બને છે. તમે જરા સૂક્ષમદષ્ટિથી વિચારો તે તમને સમજાશે કે એક આત્માને ધર્મના માર્ગે વાળવામાં કે મહાન લાભ સમાયેલો છે અને આપણું સદ્દગુરુએ અનેક આત્માઓને ધર્મ માર્ગે વાળવાનો કે સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે અને જગતના છ ઉપર કે અસીમ અને અસાધારણ ઉપકાર કરી રહ્યા છે.
આવા પંચમ કાળમાં હુંડા અવસર્પિણી જેવા કપરા અને વિષમ કાળમાં પણ આપણે અહેભાગ્ય છે કે આવા સદ્દગુરુઓ આપણને “જાગતા રહેજોની હાકલ કરી મહામહની નિદ્રામાં ઘેરી રહેલા, પિઢી રહેલા આત્માઓને જીનવાણીનું પાન કરાવી