________________
વ્યાખ્યાન અઢારમું સાધુ ભગવંતેને કેવળજ્ઞાન થાય છે, જ્યારે ગૌતમસ્વામી ભગવાનના પચાસ હજાર શિષ્યો હતા, એ પચાસ હજાર સાધુઓને કેવળજ્ઞાન થયું હતું.
કાચી બે ઘડીમાં જેમણે દ્વાદશાંગી તથા ચૌદ પૂર્વની રચના કરી હતી, વ્રજsષભનારાચ સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને ચાર જ્ઞાનના ધણુ હતા. અનુપમ રૂપથી શોભતી સુવર્ણવણ તેજસ્વી એમની કાયા હતી. આવા સમર્થ, અપૂર્વ પ્રભાવશાળી અને મહાન સામર્થ્યવંત હોવા છતાં એમને વિનય ગુણ ઉચ્ચ કેટિને હતે. એવા શ્રી ગૌતમસ્વામી ભગવાનને એકમના દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન થયું હોવાથી એ દિવસ માંગલિક દિવસ તરીકે ગણાય છે.
આપણે એકમના દિવસની ઉજવણી આજે રવિવાર કરવા ભેગા થયા છીએ. કારણ કે આજે પ્રવૃત્તિ વધી પડી છે.
પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ એવી વાત છે. નિવૃત્તિમાં આરાધના કરવાની છે પણ નિવૃત્તિમાં પ્રવૃત્તિ વધી પડી છે. રવિવાર એટલે માજશેખ કરવાનો દિવસ, મળવા જવાનું, મહેમાન આવે એની આગતા સ્વાગતા કરવાની. સીનેમા જેવા જવાનું, ચપાટીનું ભેળ ઉડાવવાનું એટલે રજામાં મજા માનવાની પછી ધર્મકરણીની ફુરસદ કયાંથી મળે? કુરસદ ન હોવા છતાં બેસતા વર્ષે તે શ્રીફળ લઈને વહેલી સવારે પ્રભુના દર્શને દેડી જાવ છે કારણ કે દર્શન કરવા ન જાવ તે વહેમ પડે કે આપણું વર્ષ બગડશે. કારણ કે આપણું દષ્ટિ સંસાર તરફની છે. એટલે હજી અંતરમાં ધર્મ રૂા નથી અને સંસાર ખૂએ નથી. દેવ-ગુરૂ અને ધર્મ એજ