________________
૧૦૦૦૦ I].
5832938 ERE 1 વ્યાખ્યાન અઢારમું :
૩=============U
છે એક વિશિષ્ટ પ્રવચન 8 નૂતન વર્ષની મંગળ ભાવના
નૂતન વર્ષના પ્રારંભમાં સૌ કોઈ મંગળ કરે છે. આપણે ત્યાં કાર્યની પૂર્ણાહૂતિમાં ખૂશાલીમાં મંગળ કરવાનું વિધાન છે. જેમ હંમેશા પ્રતિક્રમણમાં સાંજે છ આવશ્યક પૂર્ણ થતાં થતાં નવકારમંત્રનું મંગળ તરીકે સમરણ કરવામાં આવે છે, તેમજ ૫ખીસૂત્રના પ્રારંભમાં “મમ મંગલમરિહંતા સિતા સાહુ સુંય ધમ્મ અ” એ શ્લોક દ્વારા મંગળ કરવામાં આવે છે, તેવી જ રીતે દીપાવલીના દિવસે વર્ષની પૂર્ણાહૂતિ થાય છે. એટલે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ મહોત્સવ ઉજવી મંગળ કરીએ છીએ અને નૂતન વર્ષના પ્રારંભમાં પણ કાર્તિક સુદ એકમની વહેલી સવારે માંગલિક સંભળાવી મંગળ કરીએ છીએ.
આ પ્રમાણે અવસરે અવસરે મંગળ કરવાનું વિધાન છે. ચાર પ્રકારના મંગળમાં આ મંગળની ભાવ મંગળ તરીકે