________________
VAAAAAAAA
વ્યાખ્યાન સત્તરમું .
૨૭ છે અને શાસનને દ્રોહ છે માટે સમજી વિચારી કદીય વિરાધનામાં ન પડવું એ જ હિતાવહ છે.
શ્રી નવકારમંત્રના છેલ્લા ચાર પદે આપણને એમ બતાવે છે કે-ઉપર બતાવેલા પંચ પરમેષ્ટિ ભગવતેને કરેલ નમસ્કાર એ સર્વ પાપને નાશ કરનાર છે. એ પાંચ પદમાં દેવ અને ગુરુને સમાવેશ થાય છે, માટે દેવ અને ગુરુની ભક્તિ-સેવા એ આત્માને તારનારી છે. સર્વ પાપ નાશ કરનારી છે. જન્મ મરણની પરંપરાને મટાડનારી છે અને અંતે આત્માને મુક્ત બનાવનારી છે, યાને મેક્ષમાં પહોંચાડનારી છે.
નવકારમંત્રને આરાધક પરંપરાએ મુક્તિપુરીમાં સીધાવે છે. એ વાત પ્રસિદ્ધ છે. એટલે એને અર્થ એ થયો કે એ દેવગુરુની ભક્તિ સેવા કરનાર મોક્ષમાં સીધાવે છે. પરમાત્માની ભક્તિ આત્માને પરમાત્મા બનાવનારી છે એટલે વિશધના વગરની આરાધના કેવળ કલ્યાણ કરનારી છે અને ... એ જ આત્મા માટે અત્યંત ઉપયોગી છે માટે દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેને રાગ જેટલું વધે તેટલે સારે. અજબ ચમકારે
થડા સમય પૂર્વેની આ સાચી ઘટના છે. મહામંત્ર શ્રી નવકારમંત્રના આધકનું એક અધિવેશન પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીનાં તીર્થમાં ભરાયું હતું. એક પ્રસિદ્ધ લેખક કે જેઓ નવકારમંત્રના ઉપર અપૂર્વ આસ્થા ધરાવતા હતા, તેઓ પણ આરાધકના આમંત્રણથી અત્રે આવી પહોંચ્યા હતા. સૌએ પિતાના અનુભવ વર્ણવ્યા. સભા બરખાસ્ત થઈ. સૌ વિખરાઈ ગયા,