________________
ધમ તવ પ્રકાશ
રાત્રે નવ વાગે કેટલાક ભાઈઓ આ શ્રદ્ધાળુ ભાઈ પાસે વાર્તાલાપ કરવા ભેગા થયા. મોડી રાત સુધી ચર્ચા ચાલી. સૌએ વિદાય લીધી પણ એક વૃદ્ધભાઈ એક બાજુ બેઠા હતા. ધીરે રહીને તેમણે કહ્યું, ભાઈ ! “મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.” એમના મિત્ર જરા આઘા ખસી ગયા અને શ્રદ્ધાળુ ભાઈ સાથે વૃદ્ધભાઈ એકાંતમાં બેઠા.
વૃદ્ધ હાથ બતાવ્યા. શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું: ભાઈસાહેબ! હુ, કંઈ જતિષ વિદ્યા કે પામીર ટ્રી જાણતું નથી, “ત્યારે વૃદ્ધે કહ્યું” ભાઈ ! હું તમને હાથ બતાવવા આવ્યા નથી. પણ તમે બધાએ ભેગા થઈ પ્લેટ ફોર્મ ઉપર ઉંચા નીચા થઈ જોર શેરથી નવકારમંત્ર ઉપર ભાષણો આપ્યા, પણ ભાઈ! મૂકીદે હવે આ બધું. નવકાર ગણતા ગણતા આજે ૩૫૩૫ વર્ષ વીતી ચૂકયા, કલાકોના કલાકે નવકાર ગણ્યા, લાખોની સંખ્યામાં ગયા. માળા લઈને ગયા, નંદાવર્ત અને શંખાવતની વિધિથી ગયા, હવેત પુપે અને અખંડ અક્ષતથી એકાસણા કરીને લાખ જાપ કર્યો, ત્રણ કાળ પણ નવકાર ગણ્યા, ઉઠતા બેસતા, ખાતા પીતા અને સૂતા પણ નવકારમંત્રનું સ્મરણ કર્યું પણ મને તે કંઈજ દેખાયું નથી, કંઈજ સાર નથી. ગણી ગણીને આંગળીના ટેરવા અને હાથ ઘસાઈ ગયા. બસ આ વાત મારે તમને કહેવી હતી,
હું નાનું હતું ત્યારે મારી માતા મને આ તીર્થના દર્શન કરવા લાવી હતી અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સમક્ષ મને મારી માતાએ નવકાર મંત્ર શીખવાડ્યો હતો, આજે હું એ નવકાર મંત્રને દાદાના દરબારમાં પાછા મૂકવા