________________
૧૫૪
ઘમ તત્વ પ્રકાશ
ઉઘડતા નહાતા, સૌ કોઈ આ ભયંકર વિકરાળ રાક્ષસ જેવા ક્રૂર અજુનમાળીથી ભય પામતા હતા.
તેટલામાં ભગવાન મહાવીરસ્વામીની પધરામણી થઈ, પણ કે ભયના મારે બહાર નીકળતા નહોતા. એક નવજવાને વિચાર્યું કે ભગવાન જેવા ભગવાન પધારે અને આપણે એમના દર્શનના લાભથી વંચિત રહીએ. હરગીઝ નહિ. એમ ડરવાથી શું? હું તે પરમાત્માના દર્શન અવશ્ય કરીશ. જે થવાનું હશે તે થશે. “#ાર્થ સાધવામિ હું વાતવારિ ” એ સૂવને નજર સંમુખ રાખી, હિંમત રાખી તે યુવાન પ્રભુના દશને વિદાય થયા. એ નવજવાનનું નામ હતું સુદર્શન શેઠ.
હાથમાં કઈ પણ હથિયાર લીધા વગર તેઓ સામી - છાતીએ આગળ ધપ્યા. તેમના માતા-પિતા અને સંબંધી
એ જવા ના પાડી, પણ સુદર્શન શેઠ પિતાના નિશ્ચયમાં - અડગ રહ્યા. મરણ તે જીવનમાં એકવાર આવવાનું છે.
અગર ધર્મના માટે મૃત્યુ આવતું હોય તે એને હું મહત્સવ માની વધાવી લઈશ. પણ પરમાત્મા મહાવીર દેવના દર્શન અવશ્ય કરીશ. સુદર્શન શેઠને દર્શન કરવા જતા જોઈ લેક તરહતરહની વાતો કરવા લાગ્યા. આ તે ગાંડો થઈ ગયો છે. કઈ જાણીને શું મૃત્યુના મુખમાં પ્રવેશવા તૈયાર થાય! લોકો કહેવા લાગ્યા અરે ભાઈ! રહેવા દે ! જશે નહિ. આમ ગાંડા ન થાવ પણ સુદર્શન શેઠના દઢ નિશ્ચય આગળ કેાઈનું ન ચાલ્યું.
તેઓ દરવાજા પાસે પહોંચી ગયા, દરવાનને કહે દરવાન ! દરવાજે ઉઘાડ? દરવાન કહે શેઠ ! હજુ અજુનમાળીએ સાત જણને માર્યા નથી, એટલે હાલ દરવાજે નહિ ઉઘડે પણ