________________
ઉપર
ધિર્મ તત્વ પ્રકાશ
મહાત્મા દઢ પ્રહારી
જેનું મૂળ નામ યજ્ઞદર હતું. જ્ઞાતિના તેઓ બ્રાહ્મણ હતા, પરંતુ સંગ બળે તેઓ ખરાબ આદતે ચઢી ગયા. લૂંટ ફાટ અને ચેરીઓ કરવા લાગ્યા. જ્યાં ત્યાં દઢ-પ્રહાર કરવાના કારણે એમનું નામ દઢ પ્રહારી પડ્યું.
એક વખત એક બ્રાહ્મણના ઘરમાં તેણે ચોરી કરવા પ્રવેશ કર્યો, ત્યાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી. ભૂણ હત્યા થતાં તે વખતનું કરૂણ દશ્ય નિહાળતા દઢ પ્રહારીને દિલમાં કંપારી છૂટી. ભારે વેદના થઈ. એના હૈયામાં કરૂણા ભાવ ઉભા. ભારે પશ્ચાતાપ થયે અને આ ભયંકર પાપથી છૂટવા તેમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા લીધા પછી લોકો મુનિ દઢ પ્રહારીને ભારે ઉપસર્ગ કરે છે છતાં પણ તેઓ ખૂબ જ સમતા રાખે છે. “ શા તે ધક્કે ” તે આનું નામ, ઉપસર્ગમાં અડગ રહ્યા. શહ દીલે પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, ધ્યાનમાં અડગ રહ્યાં, અને અપૂર્વ સમતા ભાવે અંતે તેઓ કેવળજ્ઞાન પામ્યા અને મુક્તિએ સીધાવ્યા. આવા દઢ પ્રહારી જેવા ચાર ચાર જણની હત્યા કરનારા આત્મા પણ આરાધનાના બળે પરમપદને પામ્યા. આ છે આરાધનાનું મહાન ફળ, અર્જુનમાળી
અજુન માળી અને તેની પત્ની બધુમતી એકદા પક્ષની