________________
યાખ્યાન સત્તરમું
દિવસમાં જ અજબ ચમત્કાર સજજે. મારી આસ્થા ખુબ વધી. હું હવે ખુબ ભાવપૂર્વક નવકાર મંત્ર ગણું છુંઅને તમારે ઉપકાર માનું છું,
સાચે જ મને લાગ્યું કે ગણનારમાં ખામી છે. નવકારમાં ખામી નથી, નવકાર તે મહામત્ર એને એ જ છે. વિરાધના એ મહાન ભયંકર છે.
ભગવાન મહાવીર દેવને આત્મા પ્રથમ નયસારના ભાવમાં ભયંકર અટવીમાં સાધુ મહાત્માના સમાગમથી સમકિત પામે છે, ત્યાંથી નવકાર મંત્રના મરણપૂર્વક આરાધના કરી બીજા ભવમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી ત્રીજા ભવે શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર પણે પેદા થાય છે. ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની દેશના શ્રવણ કરી તેઓ વૈરાગી બને છે અને ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરે છે, પરંતુ પરીષહોથી તેઓ ગભરાયા, અને ચારિત્ર પાળી ન શક્યા, તેથી તેમને ન વેશ , હાથમાં ત્રિરંડીયું. મસ્તકમાં ચાટી, પગમાં પાવડીએ અને ભગવા વસ્ત્ર પહેરી ભગવાનની સાથે જ વિચરવા લાગ્યા. અમેઘ દેશના શક્તિદ્વારાં અનેકને પ્રતિબંધ કરી સંયમના માર્ગે વાળવા લાગ્યા.
એક વખત તેઓ બિમાર પડે છે. કોઈ તેમની સેવા કરતું નથી. કારણ કે-સાધુએ સાધુની-નિગ્રંથ મુનિની સેવા કરે પણ અસાધુની સેવા કરતા નથી, તેથી મરિચી વિચાર કરે છે કે હું સારે થઈ જઈશ ત્યારે સેવા કરે તેવે એક શિષ્ય