________________
વ્યાખ્યાન સત્તરમું હતા. એટલે તેઓ ભગવાન મહાવીરના ભાણેજ અને જમાઈ થતાં હતા.
ભગવાન મહાવીર સ્વામી વિચરતા વિચરતા એકદા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. તેમને વંદન કરવા જમાલિ પિોતાના પરિવાર સાથે ગયા. ત્યાં પ્રભુની દેશના શ્રવણ કરી તેમને વૈરાગ્ય જાગે અને તેઓ દીક્ષા અંગીકાર કરવા તૈયાર થયા. ૫૦૦-૫૦૦ ક્ષત્રિય પુરુષે પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થાય છે. તેમના પત્ની પ્રિયદર્શના પણ એક હજાર સ્ત્રીઓની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા આપનાર ખુદ ભગવાન મહાવીર સ્વામી, દીક્ષા લેનારા ભગવાનના જમાઈ, પુત્રી અને ૧૫૦૦-૧૫૦૦ સ્ત્રી-પુરુષને સમુદાય હાય, પછી એ દિક્ષા મહોત્સવનું પૂછવાનું શું હોય ?
ભારે ઠાઠમાઠ અને અનેરી ધામધૂમથી દીક્ષા મહત્સવ ઉજવાય. જમાલિ મુનિ ભગવાન સાથે વિચરતા વિચરતા તપ ત્યાગમાં લીન બન્યા. અગ્યાર અંગના જાણકાર બન્યા. માંખીની પાંખને પણ ન દુભવે તેવી તે તેમની ઉંચી કરણી હતી. ભગવાન ગૌતમસ્વામી જેવું જેમનું ઉજવળ ચારિત્ર હતું. આવા એક મહાન જમાલિ મુનિ પણ જ્યારે “કહે માળે ” ભગવાન મહાવીરનું આ વચન બરાબર નથી, આ પ્રમાણે તેઓએ ઉસૂત્રનું ભાષણ કર્યું. સમજાવવા છતાં જ્યારે તેઓ ન સમજ્યા ત્યારે ભાગવાનની અનુમતિથી શ્રીગૌતમસ્વામીએ તેમને સંઘ બહાર કર્યા. આ રીતે જમાલિએ ઉત્સવ વચન બેલી વિરાધના કરીને સંસાર વધાવી લીધે