________________
anana
ધર્મ તત્વ પ્રકાશ સતી અંજના સુંદરી
અંજના સુંદરીએ પૂર્વ ભવમાં પરમાત્મા જીનેશ્વરદેવની મૂર્તિની આશાતના કરી હતી. ભગવાનની મૂર્તિને ઉકરડામાં નાખી દઈ અશુભ કમ ઉપાર્જન કર્યું હતું. તેના પરિણામે અંજના સુંદરીના ભાવમાં બાવીશ બાવીશ વર્ષો સુધી પતિને વિરહ સહન કરવું પડશે અને ભારે દુખી થવું પડ્યું. જે સાંભળતાં પણ આત્માને કંપારી છૂટે અને આંખમાં આંસુ ઉભરાઈ આવે. માટે જ પૂજાની ઢાળમાં પણ મહાપુરુષે કથન કરે છે કે“હસતાં બાંધ્યા જે જે કર્મો,
રોતા પણ નવિ છૂટે રે.” માટે “બંધ સમય ચિત્ત ચેતીએ,
ઉદયે શે સંતાપ.” સતી દ્રૌપદી
સતી દ્રૌપદીએ-બ્રાહ્મણીના ભાવમાં તપસ્વી મુનિરાજને જાણીને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું હતું. આ વિરાધનાના પરિણામે તે જ ભવમાં એના બે હાલ થયા. પતિએ તેને ઘરથી બહાર કાઢી મૂકી. જંગલમાં રખડવું પડયું. અનેક રોગોના ભાગ બની અને અંતે નારકીમાં ઉત્પન્ન થઈ સાતે નરકમાં ભમી, અસંખ્યાતકાળ અન્ય એનિઓમાં પરિભ્રમણ કરતાં એને આરે ન આવ્યો. સાધુ મહારાજની આશાતનાના કારણે એણે અંતકાળ સુધી સંસારમાં રખડવું પડયું. આ છે વિરાધનાનું ઘર પરિણામ