________________
૨૪
ધર્મ તત્વ પ્રકાશ કરીશ. કાળક્રમે તેઓ સ્વસ્થ થયા, છતાં પણ જે કેાઈ એમની પાસે ધમ શ્રવણ કરવા આવે છે તે બધાને પ્રતિબંધ કરી ભગવાન ઋષભદેવ સ્વામી પાસે મોકલે છે. - એક કપિલ નામનો રાજપુત્ર એમની પાસે આવે છે. તેઓ કપિલ રાજપુત્રને પ્રતિબંધ કરે છે. કપિલ રાજપુત્ર જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે મરિચિ તેમને ભગવાન ઋષભદેવ પાસે જવા પ્રેરણું કરે છે. ત્યારે કપિલ ૨ાજપુત્રે કહ્યું, ભોમરિચિ! શા માટે મને તમે ત્યાં મોકલે છે? શું તમારી પાસે ધર્મ નથી? કપિલ રાજપુત્રના આ વાક્ય સાભળતાં મરિચિ વિચાર કરે છે કે-આ શિષ્ય માટે એગ્ય છે. એમ વિચાર કરી મરિચિએ કહ્યું. “વિસ્ટા રૂāવ રૂહુર્ઘ ”િ કપિલ! અહીંયા પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે, આ રીતે તેઓ ઉત્સવનું ભાષણ કરે છે, જેથી ભગવાન મહાવીર દેવના આત્મા એવા મરિચિને પણ કેટકેટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધી જાય છે. આ છે વિરાધનાનું ફળ. 1. મણ દુધપાકમાં ઝેરની કણી પડતાં તમામ દુધપાક વિષસંય બની જાય છે અને ખાનારને વિપત્તિમાં મૂકાવું પડે છે, તેવી જ રીતે આરાધનામાં વિરાધનારૂપ જે ઝેરની કણી પડી જાય તે આત્માને પણ અપાર વિપત્તિના ભેગ બનવું પડે છે. જમાલીનું વૃત્તાંત એ જમાલિ ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા. ભગવાન મહાવીરસ્વામીની બેન સુદર્શનાના તેઓ પુત્ર હતા. અને ભગવાન મહાવીરસ્વામીની પુત્રી પ્રિયદર્શન સાથે તેમના લગ્ન થયા