________________
જમ લવ પ્રકાશ
annnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
એને છોડવાને નથી. લડીશ, ઝગડીશ અને એની ખબર લઈશ. એના મનમાં એ શું સમજે છે!” - વૃદ્ધને જ્યાં ભાઈની વાત આવતી ત્યાં એ વૃદ્ધ એવા ઉકળી જતાં હતાં કે ન પૂછો વાત! શ્રદ્ધાળુ ભાઈ સમજી ગયા કે દર્દ કયાં છે. નિદાન હાથમાં આવ્યા પછી ઔષધ તરત જ ફાયદો કરે છે. કયાં ખામી છે? નવકાર કેમ ફળ નથી, આ વાત ધ્યાનમાં આવી ગઈ જ્યાં આપણા હૃદયમાં ઠાંસી ઠાંસીને દુર્ભાવ ભર્યો હોય ત્યાં શું નવકારનો વાસ થાય
ખરે! અને એ ફળે કઈ રીતે? પ્રત્યેક આરાધક, હરેક વાંચક પિતે જ એક મિનિટ આંખ બંધ કરીને વિચારમગ્ન બની વિચાર કરે કે મારા હદયમાં આવી દુર્ભાવના નથી ને! જે વિચાર કરશે તે તમને પિતાને જણાઈ આવશે કે આ વૃદ્ધ ભાઈ કરતા પણ અમારા હૃદયમાં દુર્ભાવનાને કચરે ઠાંસી ઠાંસીને ભર્યો છે.
ઉપકારી ઉપર અપકાર કરવા તૈયાર, દેવ-ગુરુ પ્રત્યે ચેડા કાઢવા તૈયાર, મા-બાપની સામેનું અસભ્ય વર્તન, ભાઈ-ભાઈમાં વિરોધ, પતિ-પત્નીમાં વિરોધ, પિતા-પુત્ર વચ્ચે કલહ, પાડોશીની સાથે ઝગડો, વાત-વાતમાં કલેશ કંકાસ અને રગડા ઝગડા, આચાર-વિચારનું ઠેકાણું નહિ, ધોળે દહાડે બીજાની આંખમાં ધૂળ નાંખવા તૈયાર, ઈર્ષ્યા-અસૂયા, રાગ, દ્વેષ, વિષયકષાય આ બધા દુર્ગ છે અને દુર્મા જે હૃદયમાં ભર્યા હોય ત્યાં નવકાર કઈ રીતે નિવાસ કરે! પ્રથમ હૃદયને શુદ્ધ કરવું પડશે, અને હૃદયમાં ઉદારતા, ગંભીસ્તા, પરેપકાર પરાયણતા,