________________
વ્યાખ્યાન સત્તરમું જણાવે છે કે-આ બારે અંગની વિરાધના કરીને અનંતા જી ચાર ગતિ રૂપ સંસારમાં ખુબ ભમ્યા. વર્તમાનકાળમાં સંખ્યાતા જી વિરાધના કરીને ભમે છે અને ભવિષ્યકાળમાં અનંતા જી વિરાધના કરીને ભમશે, તેમ તેઓશ્રી મૂળ સૂત્ર દ્વારા આપણને સમજાવે છે. એટલે કોઈએ વિરાધના ન કરવી એ આપણને ગણધર ભગવાન ઉપદેશ આપે છે અને તે જ સૂત્રમાં આગળ આરાધનાનું ફળ બતાવે છે કે-આ બારે અંગની આરાધના કરીને એટલે સિદ્ધાંતની આજ્ઞા મુજબ વતીને અનંતા જી ચાર ગતિ રૂપ સંસારને તરી ગયા, સંખ્યાતા આત્માઓ તરે છે અને ભવિષ્યમાં અનંતા આત્માએ તરી જશે વિગેરે સ્પષ્ટ રીતે વર્ણવે છે.
આ ઉપરથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે વિરાધના કેટલી ભયંકર છે અને આરાધના કેવી કલ્યાણકારી છે માટે આરાધક આત્માએ શકય તેટલી આરાધના કરી જીવન ઉજ્વળ બનાવવાનું છે. આ વાત અહીં ઘડી ઘડી શા માટે સમજાવવામાં આવી છે, એનું કારણ એ છે કે વિરાધના ડગલે ને પગલે થઈ જાય છે અને આરાધના દુર્લભ બની જાય છે. આપણે મનુષ્યને જન્મ પામ્યા, પરમાત્મા જીનેશ્વર દેવને ધર્મ પામ્યા છતાં આરાધના વિના આપણે આ માનવ ભવ નિષ્ફળ જાય તે આપણે ભવિષ્યમાં બહુ સહવું પડે, માટે ભવિષ્યમાં આત્માની ખરાબી ન થાય માટે ખુબ જ ચેતીને ચાલવાનું છે. એટલે જ આ વાતને ફરી ફરીને જણાવવી પડે છે કે આરાધનામાં તત્પર બને અને વિરાધનાથી દૂર રહે.
સાધુ મહારાજને પણ પ્રતિક્રમણમાં જ બે વખત સવારે