________________
૨૩૬
વ્યાખ્યાન સત્તરમું અને જડ વાતાવરણમાં કાંટા વેરાયેલા પડ્યા છે. જે રહેજ ચૂક્યા, ભૂલ્યા કે ખ્યાલ ન રાખે કે કેઈની હામાં હા પાડી, વગર વિચારે દેવ-ગુરુ અને ધર્મની વિરુદ્ધ બેલાઈ ગયું, નિંદા કુથલી થઈ ગઈ ટીકા ટીપ્પણમાં પડી ગયા અને આશાતના કે અવહીલનામાં પડી ગયા તે આત્માને એનાં કડવા અને માઠા ફળ અસંખ્યાત વર્ષો સુધી જોગવવા પડશે એ હકીકત છે.
વિરાધના ઘડી-બેઘડીની અને તેના કડવા ફળ અસંખ્યાત વર્ષ સુધી જોગવવાના માટે શસ્ય તેટલી આરાધના કરે. પણ ભૂલેચૂકે આત્મા વિરાધનામાં ન પડી જાય તેને ખુબ ખુબ ખ્યાલ રાખવાનું છે. કેટલીકવાર ધર્મના શુભ અનુષ્ઠાન પણ અગ્ય આત્માને વિરાધનાનું કારણ બની જાય છે. દેવ-ગુરુ અને ધર્મ ઉપર વાત-વાતમાં શંકા કુશંકા રાખનાર, નિંદા કુથલીમાં પડનાર, આ ગુરુ મારા અને આ ગુરુ તમારી. આવી ભેદનિતિમાં પડનારા, એક બીજાના દૂષણે જેનારા પિતાના માનેલા ગુરુમાં દેખીતા દેષોને પણ ઢાંકપછાડ કરનારા અને બીજા સાધુ મહાત્માઓને અછતા કલંક આપવામાં ય જરાય અચકાનારા નહિ, એમને ડિડિમ પીટીને છડેચક જાહેર કરનારા એવા આત્માઓ સિદ્ધાંત મુજબની ધર્મકિયા કરતા પણ તપ-જપ કે ત્યાગ આચરતાં પણ એ વિરાધક બને છે, જીવનને એળે ગુમાવે છે. માટે વિરાધનાથી ખુબ બચવાનું છે.
ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામી ભગવાન ફરમાવે છે કે- “જે માણવા તે સિવા” મતલબ આરાધક આત્માને કેટલીકવાર આશ્રવના સ્થાને પણ સંવરના સ્થાનો બની જાય