________________
ધાખ્યાન સત્તરમું :
૨૭૧ ભ્રષ્ટાચારનું સેવન કરી અને પાછા તેનું પોષણ કરી પિતાના દેને ઢાંકી, એ દેશોને દેશકાળના નામે ચઢાવીને પિતાને બેટો બચાવ કરે છે, તેઓ પણ વિરાધક કેટિમાં જ આવે છે. આવી વિરાધના આપણને ધર્મના ફળથી વંચિત રાખે છે અને કેટલીકવાર આવી વિરાધના અત્યંત અશુભ ફળને આપે છે, જેથી સંસારની વૃદ્ધિ થાય છે, અને આત્મા દુર્ગતિગામી બને છે અને તેને અનેકવિધ યાતનાઓના ભોગ બનવું પડે છે. | મુક્તિમાં લઈ જનારી ઉત્તમ ધર્મક્રિયાઓ અને શુભ અનુછાને કરતાં પણ આત્મા વિરાધક ભાવને પામી સંસારની રખડપટ્ટીમાં પડે છે. જન્મમરણની પરંપરાને વધારી લે છે. કેટલીકવાર ઉત્સવ ભાષણાદિના કારણે આત્માને અનંત સંસાર પણ વધી જાય છે. જેવી વિરાધના, તેવું ફળ મળે છે. વિરાધના કરીને તેમ જ આળસ અને પ્રમાદમાં પડીને આત્મા સંસારને વધારી લે છે, માટે હરેક આત્માએ ખાસ એ ખ્યાલ રાખવાનો છે કે અમારાથી કદાચ આરાધના ઓછી થાય તે એટલી હરત નહિ આવે પણ જે ભૂલેચૂકે વિરાધના કરી, તે તે આત્માને જન્મજન્મ રખડવું પડશે, ભવપરિભ્રમણ કરવું પડશે. કારણકે સમકિત દષ્ટિ આત્માને વિરાધના એ અત્યંત ખટકે. સમકિત દષ્ટિ આત્માને આરાધકપણું ગમે, પણ વિરાધકપણું ગમતું નથી. - શ્રી રાયપાસેણુસૂત્રમાં શ્રી સૂર્યાભદેવના વર્ણનમાં સૂર્યાભદેવ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે ભંતે! હું આરાધક છું કે વિરાધક? મતલબ સમકિત દષ્ટિ આત્માને આરાપકપણું ગમે છે પણ વિરાધભાવ ગમતું નથી. વિરાધનાથી