________________
છે પર વ્યાખ્યાન સત્તરમું. ન જ
શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળચરિત્રમાં પ્રથમ શ્રી સિદ્ધચકજીનું સ્વરૂપ દર્શાવી “શાં વાત વિસેન્દ્રિ” એ લોક દ્વારા આરાધક આત્મા કેવા પ્રકારની વિશિષ્ટ ગ્યતાવાળો હોય છે તેનું વર્ણન કરે છે. આરાધક આવા વિશિષ્ટ ગુણ યુક્ત હોય છે, અને આવા ગુણથી રહિત–ગુણહીન આત્મા વિરાધક કોટિમાં ગણાય છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શ્રી સિદ્ધચકજીની આરાધના કરનાર આરાધક આત્મા અમુક ગુણ વિશિષ્ટ હવે જોઈએ તે જ શ્રી સિદ્ધચકજીની આરાધના ફળે છે. માટે આપણામાં વિરાધક પણું ન આવે તેને પુરે ખ્યાલ રાખવાનું છે.
કેટલાક આત્માઓ દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરવા છતાં, અને સદગુરૂઓના સમાગમમાં આવવા છતાં ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, છિદ્રાવેષીપણું અને દેષ દૃષ્ટિના કારણે આરાધના કરતાં પણ વિરાધક બને છે. કેટલાક આત્માઓ ધર્મકિયા આચરતાં પણ વિધિ તરફ બેદરકારી રાખે છે, આથી પણ આત્મા વિરાધક બને છે. કેટલાક આત્માએ આચારની શિથિલતા અને