________________
૨૨૮
ધર્મ તત્વ પ્રકાશ
શ્રી નરેન્દ્રભાઈ માણેકલાલ મોતીવાલા
મારી જાત અનુભવની વાત જણાવતા આનંદ થાય છે કે, બે વર્ષ પહેલાની આ વાત છે [વિ. સં. ૨૦૧૬] આમ તે હું ખંભાતને વતની છું. હાલ શાંતાક્રુઝમાં રહું છું. જ્ઞાતીએ વિશાનાગર (જનેત્તર) વણિક છું પણ મારા પાડેશમાં અમદાવાદના જૈનો રહે છે, તેમની પ્રેરણાથી તે વખતે હું શાંતાક્રુઝમાં બિરાજતા શતાવધાની જૈન મુનિ શ્રી કીતિવિજયજી (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) મહારાજના દર્શનને મને લાભ મળે.
તેઓશ્રીએ મને ચેડા ઉપયોગી પુસ્તકો વાંચવા માટે આપ્યા, સાથે સાથે નવકારમંત્ર આપી અને દરરોજ તેની માળા ગણવા પ્રેરણા કરી. તે પ્રમાણે દરરોજ સવાર-સાંજ બે વખત હું ૧૦૮-૧૦૮ નવકારમંત્ર ગણવા લાગે.
આ કાર્યક્રમ પછી જ હું બીજા કામે લાગું છું. લગભગ નવકારમંત્ર ગણતા મને બે વર્ષ થવા આવ્યા. ખરું કહું તે મને મારા કુટુંબની ચિન્તા હતી. રાતના ઘણીવાર ઊંઘ પણ નહતી આવતી અને કંઈક અશાંતિ હતી. પણ નવકારમંત્રના પ્રભાવે મારી અશાંતિ દૂર થઈ ગઈ છે. ઊંઘ પણ બરાબર આવે છે. અને હું એક મીલમાં સારો પગાર દાર છું. સામાન્ય પ્રસંગોમાં પણ મને વારંવાર કેધ ચઢતે હતે પણ હવે ઘણું જ સમતા રહે છે.