________________
વ્યાખ્યાન અગ્યારમું
૧૨૭
ફરવાનું છે. જે વિલંબ થશે અને સવાર પડી જશે તે બધી બાજી બગડી જશે. જે દિવસે તું વિલંબ કરીશ અને સવાર પડશે તે તને મારા દર્શન દુર્લભ થશે એની નિશાની તરીકે તારા અંબોડામાંથી-વેણીમાંથી જ્યારે મરેલો સર્ષ નીચે પડે ત્યારે તારે સમજી લેવું કે હવે પછી હું હાજર થઈશ નહિ, નાગરાજે કરેલી સૂચના પર આરામશોભા બરાબર ધ્યાન રાખે છે અને તે બધા જયારે ઊંઘી જાય છે ત્યારે ત્યાં જાય છે અને બધાના ઉઠતા પહેલા જ તે ત્યાંથી વિદાય લે છે. આરામ શોભા જ્યારે જ્યારે રાજમહેલમાં પુત્રને પ્યાર કરવા આવે છે ત્યારે પેલો બગીચો પણ સાથે જ હોય છે, જ્યારે તે રાજમહેલમાંથી પુત્રને રમાડી પાછી ફરે છે ત્યારે પેલો બગીચો પણ સાથે જ જાય છે. પરંતુ બગીચાના થોડા ફળ કુલ અને પાંદડાઓ ત્યાં પડેલા હોય છે. દાસ દાસી પડેલા ફળફુલ રાજાની સમક્ષ હાજર કરે છે અને રાણીને પૂછે છે, આ ફળ કુલ અને પાંદડા જ અહીં કયાંથી?રાજાએ બનાવટી આરામશોભાને પૂછ્યું
કેમ આરામશોભા! આ ફળકુલ અહીં ક્યાંથી? ત્યારે બનાવટી આરામશોભા તે કપટની પૂતળી હતી. તેણીએ કહ્યું સ્વામી નાથ! રાત્રે મેં બગીચાને બોલાવ્યા હતા તેથી તેના પુષ્પ અને પત્રે અત્રે પડેલા જણાય છે. રાજાને આ જવાબથી પૂર્ણ સંતોષ તે ન થયે, રાજાના ગળે જ્યારે આ વાત ઉતરી નહિ ત્યારે રાજાએ રાણીને કહ્યું, રાણી ! હવે બગીચાને અહીં બોલાવ! ત્યારે તેણીએ સફતપૂર્વક જવાબ આપે કે થોડા વખત પછી બેલાવીશ, આ જવાબથી રાજાને ઉડી શંકા પડી કે જરૂર આમાં કંઈક ભેદ છે, અસ્તુ અવસરે આ ભેદ ખૂલ્યા વગર નહિ રહે !