________________
વ્યાખ્યાન ચૌદમુ
૨૦૧
મતલખ આપણને જે સુખના અનુભવ થાય છે તે સાધન દ્વારા થાય છે.
અત્યાર સુધીના વષઁન દ્વારા સિદ્ધ પરમાત્માના સુખનાં પરિમાણુ-માપના વિષય સમાજ્યે, હવે સિદ્ધ પરમાત્માને માક્ષમાં સુખના સાધનાના અભાવે પણ દૈવી રીતે સુખ થાય છે તે વિષય હવે આપણે સમજવીએ છીએ.
આપણે વિચાર કરીશું તે સમજી શકાશે કે કેટલીક વખત મુખનાં સાધના દ્વારા આપણને સુખ થાય છે અને કેટલીક વખત દુઃખના કારણેા દૂર થતાં સુખ થાય છે, જેમકે એક માણસને જન્મટીપની સજા થતાં વર્ષોથી એ કેદમાં દુઃખી દુઃખી અવસ્થા ભાગવી રહ્યો છે, તેને સખત મજૂરી કરવી પડે છે, જેલર તરફથી પૂરી સતામણી, ખાવાનું ઠેકાણું નહિ, એ બિચારા કેંદી ખૂબ દુઃખી થઇને કલ્પાંત કરૈ છે, ખૂબ રડે છે અને વિલાપ કરે છે, હે ભગવન્! હું આ ભયંકર કેદખાનામાંથી કયારે છૂટીશ! મનુષ્ય હેવા છતાં નાયકી જેવા ઘોર દુઃખા હું અહીં અનુભવી રહ્યા છું, આના કરતાં જીવના અત આવી જાય તે। આ દુઃખથી છૂટકારો થાય ! આવા ભય કર દુઃખે! સહન કરતાં કરતાં વર્ષો પસાર થઈ ગયા. છતાંય હજી કંઇ ઠેકાણું પડતું નથી, એવામાં બનાવ એ અને છે કે-ત્યાંના રાજાને ત્યાં પુત્રના જન્મ થાય છે અને પુત્રના જન્મની ખૂશાલીમાં રાજા તમામ કેદીઓને છેાડી મૂકે છે કારણ કે કહ્યું છે કે
युवराजाभिषेके
ૐ, પરા પમર્યને | पुत्र जन्मनि वा मोक्षो बद्धानां प्रविधियते ॥