________________
ધર્મ તત્વ પ્રકાશ જશ્રીને કહેવા લાગ્યા કે મહારાજશ્રી ! આપને ઉપદેશ અમારા માટે તે નકામો છે. કારણ કે આપે તે પરલેક સુધારવાની વાત કરી અને અમે તે પરલેકને માનતા નથી. પૂ. મહારાજશ્રીએ તે પારસીભાઈને ખૂબ મીઠાશથી પૂછયુંઃ ભાઈ! તમારા મત પ્રમાણે જે ધર્મ કરે તે કયાં જાય?
પારસીભાઈએ કહ્યું તે ભિસ્તરમાં (સ્વર્ગ) જાય અને પાપ કરે તે દેઝકમાં (નરક) જાય. ત્યારે પૂ. મહારાજશ્રીએ જણાવ્યું કે જે અમુક પ્રમાણમાં ધર્મ કરે તે તે ભિસ્ત યાને સ્વર્ગમાં જાય એ વાત બરાબર છે પણ હું તમને પૂછું છું કે જે માણસ
ડે-સહેજ-બીલકુલ સામાન્ય ધર્મ કરે તે કયાં જાય! આ સાંભળતા પારસીભાઈ જરા વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા ગુરુજી! આ વાત તે અમારે ત્યાં નથી આવતી ત્યારે ગુરુદેવે પુનઃ પૂછ્યું કે જે સામાન્ય ધર્મ આચરવાથી સ્વર્ગમાં ન જવાય એવી ધર્મ-કિયા-યા પુણ્ય જેણે કર્યું છે અને દેઝકમાં જવાય તેવા પાપ કર્યા નથી તે તેવી વ્યક્તિ કઈ ગતિમાં જાય ? એટલે પાછા પારસીભાઈ મુંઝાયા અને વિચારમાં પડી ગયા. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે એવી જ રીતે જે માણસે દેઝકમાં જવા જેટલા પાપ નથી કર્યા પણ બહુ જ ઓછા પાપ કર્યો છે અને ધર્મકરણી જરા પણ કરી નથી તે તે ક્યાં જાય? તમારા મત પ્રમાણે દેઝકમાં કે ભીસ્તરમાં એ જઈ શકે નહિ.
મહારાજશ્રીની વાત સાંભળીને પારસીભાઈ ખૂબ જ મુંઝાયા અને પુનઃ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી! આ વાતને ખૂલાસે તે અમારે ત્યાં નથી.