________________
વ્યાખ્યાન સોળમું
આ પત્ર જ સ્પષ્ટ બતાવે છે કે એક પારસી ભાઈને પણ નવકાર મહામંત્ર ઉપર કેવી અટલ શ્રદ્ધા છે. સાથે સાથે પરેપકાર પરાયણવૃત્તિ અને અમુક પ્રકારની યેગ્યતાના પણ દર્શન થાય છે.
[ 2 ] મ્યુ. કે. શ્રી ધનજીભાઈ પટેલ
૧૫ દિવસ પહેલાની જ તાજી વાત છે. સાણંદના મ્યુનિ. સીપાલીટીના પ્રેસીડેન્ટ શ્રી ધનજીભાઈ પટેલ, તેઓ મોટર દ્વારા રાજકોટ ગયા હતા, ત્યાંથી ચેટલા વિગેરે થઈ પાછા ફરતા સાણંદ નજીક આવી પહોંચ્યા. ત્યાં અચાનક મોટર બંધ પડી ગઈ. શ્રી ધનજીભાઈ પટેલ મોટરમાં બેઠા હતા. બેઠા બેઠા સહેજ ઉંઘ આવી ગઈ અને બનાવ એ બન્યું કે પાછળથી એક માલગાડી પૂર જોશથી આવતી હતી.
શ્રી ધનજીભાઈને સાથીએ હાથ ઉંચો કરી મોટરવાળાને ધીરે હાંકવા ઈશારે કર્યો પણ એ ગાડીવાળાએ તે પૂરજોશથી હાંકે રાખ્યું. પરિણામે શ્રી ધનજીભાઈની ગાડી પેલી ગાડી સાથે અથડાતા એક મોટા ખાડામાં પડી ગઈ.
સામે એક મોટું ઝાડ હતું. જે ત્યાં અથડાઈ હેત તે ગાડીના ચૂરેચૂરા થઈ જાત, પણ મિટર ખાડામાં પડવા છતાં કોઈને કશી ઈજા ન થઈ અને સૌ આબાદ બચી ગયા. કારણ કે આ બનાવ બનતા સાથે શ્રી ધનજીભાઈ અરિહંત અરિ. હત કરવા લાગી ગયા હતા, ૧૫