________________
૧મ લત્ય પ્રકાશ
રાખ્યા વગર અચલ શ્રદ્ધા સાથ (મત્ર) મનન કરું છું . બાલ તે સાહેબ આ વાતમાં તમે જાન છે? મેં એ મંત્ર જપ કરી મેં મારા કઠીન દિવસે ભી સંતોષ સાથે ધીરજથી પસાર કીધા છે. તે હાલના મારા ચાલુ ધંધામાં જે બી લેકે મારા ઉપર ગાંડુ ઘેલું બેલે છે તે હું તેને કઈ ભી જવાબ નહીં આપતા તે લોકોને આશીર્વાદ આપું છું કે એ લોક સારૂં બોલે, નહીં તે પછી હું તેમ નહિ કરું તે મેં કીધેલી મહેનત પાણીમાં મલી જાય ને હું જેને તે જ નાદાન રહું-કમ અક્કલ રહું ને અજ્ઞાન કહેવાઉ' ! હું તે મારૂં ચારિત્ર જેમ સારું અને તેની જ કોશીશ કરું છું. હું રૂપીયા ૬૦ દર મહીને કમાતે પણ હાલમાં ૬૦૦ મહીને કમાઉં છું. પણ મારામાં કંઈ પણ ભી જાતને ફેરફાર થયા નથી કારણ મને મેહ રહ્યો નથી.
જો કે મારાથી પાપે તે હજાર થતા હશે તેથી હું પાપી તે કહેવાઉં જ, કારણ મારા વિચાર સારા ને નઠારા તે રહેતા જ હશે!
શ્રીજી (સાહેબજી) ! કાગજ પુરે કરું છું. તસ્દી માફ કરજે.
ફરી એક વાર તમારા આશશ (આશિષ) એક જાતવાન ગરીબ પર ઉતારશોજી. જે મને અનદીઠ રહેવા છતાં જ્ઞાનબોધ મળતું રહે.
લી. આપને, ૯-૧-૭૦
| દારબશા - તા.ક. મેં એ મંત્ર પર સિદ્ધિ મેળવી છે પણ ટકીને રહે એટલે બસ..