________________
વ્યાખ્યાન સોળમું
૨૧૯
ફળે? દુરાચારીઓને-બ્રોને શું ફળે? ઉપકારી પર અપકાર કરનાર અધાત્માઓને શું ફળે ? બેવફા બનનારા અને ઉપ કારી પ્રતિ પણ ચેડા કરનારા આત્માઓને આ ઉત્તમ ધર્મ ફળે નહિ એમાં ધર્મની કસર નથી પણ આપણી કસર છે. માટે જે ધર્મનું ફળ મેળવવું હોય તે પ્રથમ ગ્યતા પ્રાપ્ત કરો. આત્માને ગ્ય બનાવે. બુરુ કરે તેનું પણ ભલું કરવાની ભલી ભાવના રાખે, પરોપકારમાં પરાયણ બને, દુરાચાર અને અનીતિથી દૂર રહે, કેઈનું બુરુ ન ઈચ્છે, કોઈના બુરામાં ઉભા ન રહે, કેઈનીય પણ બુરાઈને વિચાર ન કરે.
જ્યારે આવી ગ્યતા કેળવાશે ત્યારે ધર્મ અવશ્ય ફળશે એ નિઃસંદેહ હકીકત છે. આવા હુડાવસર્પિણી જેવા કપરા કાળમાં પણ ધર્મ પિતાને પચે બતાવે છે. ધર્મ ફળે છે. વર્તમાન કાળમાં પણ ધર્મ ફળે છે અને નવકાર મંત્રને અપૂર્વ પ્રભાવ અનુભવાય છે. એના કેટલાક દાત હવે અહીં રજૂ કરીશું. એક પારસીભાઈ
વિ. સં. ૨૦૧૨ નું ચાતુર્માસ બીજાપુરમાં (કર્ણાટક) કરી ત્યાંથી વિહાર કરી પૂછ ગુરૂદેવાદિ સોલાપુર પધાર્યા હતા. શહેરમાં પધારવાના આગલા દિવસે નગર બહારની શેઠ ઠાકોરભાઈ વલસાડવાળાની મીલમાં એક દિવસ મુકામ કરવામાં આવ્યું હતું અને પૂ. આચાર્ય મહારાજનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. જેનો ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત જૈનેતર પણ હાજર રહ્યા હતા.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ એક પારસીભાઈ પૂ મહારા