________________
વ્યાખ્યાન સાળમુ
२१७ પાપીનું જવલંત દષ્ટાંત ધવલશેઠ અને પુણ્યશાળીનું જવલંત ઉદહરણ શ્રીપાળ મહારાજા છે.
શ્રી પાળ મહારાજા સદાચારી હતા, નીતિમાન હતા, પરદુઃખભંજન અને પરોપકારી હતા, બુરુ કરનારનું પણ ભલું કરનારા હતા, ભલાઈની ભાવના હતી. આવી અપૂર્વ ચેગ્યતા હતી ત્યારે તેમને ધર્મ ફળ્યો હતો અને નવપદજી ફળ્યા હતા. ધવલશેઠની અંતિમવિધિ
સવારના વખતે શ્રીપાળજીને ખબર પડી કે મારવા આવનાર ધવલશેઠ પોતે જ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો. એમને થયું, અરેરે ! બિચારે મરી ગયે. સવારના વખતે લોકો પણ ત્યાં ભેગા થાય છે અને ધવલશેડના પાપી કૃત્યને ફિટકારે છે, સૌ ધિક્કારે છે કે કે આ અધમ હતું. આમ સૌએ ધિક્કાર અને ફિટકારની ઝડી વરસાવી, પણ શ્રીપાળ મહારાજા તેને જરાય ફટકારતા નથી. મનથી પણ તેનું બુરું ચિતવતા નથી. ઉલટી એની દયા ખાય છે કે અરેરે ! બિચારે મરી ગયો. તેને પોતાના ઉપકારી માની તેની અંતિમ વિધિ-અગ્નિસંસ્કાર પિત-જાતે જ કરે છે. કેવી એમની યોગ્યતા !
આજે આપણને કેઈ એક ગાળ ચોપડાવે તે આપણે તેને બે ચોપડાવીએ, પેલે બે ચેપડાવે તે આપણે એને ચાર ચોપડાવીએ. આપણું ચાલે તે એનું મૂળથી નિકંદન કાઢીએ, અન્યની ઋદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ જોઈને આપણને ઈર્ષ્યા આવે છે, અનીતિમય જીવન જીવી રહ્યા છીએ, વાતવાતમાં અસત્ય વદીએ છીએ, ચેરી અને જારીમાં પાછા પડતા નથી,