________________
૨૧
ધર્મ તત્વ પ્રકાશ પુણ્યશાળીને વાળ વાંકે કરવાની કેનામાં તાકાત છે? માટે જ અનુભવીઓનું કહેવું છે કે
वने जने शत्रुजलाग्नि मध्ये महार्णवे पर्वत मस्तके च । सुप्तं प्रमत्तं विषम स्थितं वा
रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥ પુણ્યશાળી વનમાં હોય કે વસ્તીમાં હોય ! શત્રુ-જળ અને અગ્નિ દ્વારા ભયંકર ઉપદ્રવ થતાં હોય ! મહાસમુદ્ર હોય કે ઉન્નત ગિરિશ્ચંગ હોય, સૂતેલા હોય કે જાગતા હય, સર્વત્ર સર્વદા સર્વથા પૂર્વકૃત પુણ્ય તેનું રક્ષણ કરે છે. તેમ જ પાપીને પાપ પણ છેડતું નથી કહ્યું છે કે –
પાપ છૂપાયા ના છૂપે, છૂપે તે મોટા ભાગ દાબી દબી ના છૂપે, રૂઈ લપેટી આગ. ધવલશેઠ સાતમે માળ ચડી ખંજર દ્વારા સૂતેલા શ્રી પાળ મહારાજાને મારી નાખવા તૈયાર થાય છે. પણ ધવલશેઠ ચૂકે અને સાતમે માળથી ઠેઠ નીચે પડશે. એનું એ એનું જ ખંજર એનાથી જ એની છાતીમાં ભેંકાય છે અને એના પ્રાણ નીકળી જાય છે, રીદ્રધ્યાનના બળે તે ત્યાંથી સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. જ્યાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. મતલબ અસંખ્યાત વર્ષો સુધી નારકીના ઘર–ભયંકર દુઃખેને ભેગ બને છે. જયાંની એક ક્ષણ પણ આત્માને હચમચાવી મૂકે તેવી અને કંપાવી મૂકે તેવી ભયંકર હોય છે. અત્યારે એ સાતમી નાકીમાં છે અને તીવ્ર દુઃખને ભેગવી રહ્યો છે. પાપના કેવા માઠા ફળ છે અને પુણ્યના કેવા મીઠા ફળ છે,