________________
૨૧૧
વ્યાખ્યાન સોળમું
આ વસ્તુના રહસ્ય-મર્મને જે સમજવામાં ન આવે તે આપણે પણ શંકાશીલ બની જઈએ, શ્રદ્ધા ભ્રષ્ટ બની જઈએ અને માનવજીવનને હારી જઈએ. ગીતાજીમાં પણ કહ્યું છે કે“સંપાયાત્મ નિરૂત” શંકાશીલ આત્માને અંતે વિનાશ થાય છે યાને તે શ્રદ્ધાભ્રષ્ટ બની જીવનને હારી જાય છે. માટે શ્રી સિદ્ધચક્રજીના આરાધનથી શ્રીપાળ મહારાજાને આટલું બધું ફળ મળ્યું, મૂળથી કોઢ રોગ દૂર થયે, અઢળક ઋદ્ધિ-સિદ્ધિ મળી, નવ દેશનું રાજ્ય મળ્યું, નવ સ્ત્રીઓ થઈ, નવ પુત્ર થયા અને અંતે કાળ કરી નવમાં દેવલોકમાં ઉત્પન્ન થશે અને નવમા ભવે મુક્તિ પામશે આમ એમને કેમ ફળ્યું ? અને આપણને કેમ ફળ મળતું નથી ? તેનું શું કારણ? કહેવું જ પડશે કે શ્રીપાળ મહારાજા એગ્ય હતા. એમનામાં રહેલી ભાવના અને ભાલલાસ કેઈ અને હતે. શ્રીપાળજીની ગ્યતા
શ્રીપાળજીએ ક્યારે પણ એમના જીવનમાં ગમે તેવા કપરા કાળમાં પણ અનિતિ કે અત્યાચાર કર્યો નથી. દુરાચારનું નામ નહિ, ક્યારે પણ પરસ્ત્રી સામે ખરાબ દષ્ટિ કરી નથી. પરસ્ત્રીને તેઓ માતા-બહેન તુલ્ય સમજતા હતા, બુરુ કરે તેનું પણ ભલું કરવા તત્પર રહેતા હતા, ધવલશેઠે તેમનું બુરુ કરવામાં જરાય કસર રાખી નથી. એક વખત ધવલશેઠે શ્રીપાળજીને સમુદ્રમાં ફેંકી દીધા ડુમનું કલંક આપ્યું, છેવટે સાતમા માળે જ્યાં શ્રીપાળજી સૂતા હતા ત્યાં ખંજર લઈને મારવા માટે જાય છે. પરંતુ પુણ્યશાળી શ્રીપાળ મહારાજાનું પુણ્ય તપતું હતું,